ફાયર બ્રિગેડની ટુકડીએ એક કલાકની જહેમત લઈ બે પાણીના ટેન્કરો વડે આગને કાબુમાં લેતાં વધુ આગ પ્રસરતી અટકી
જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં ગોદામમાં રાખવામાં આવેલા કપાસના જથ્થામાં ગઈકાલે સાંજે ૭.૩૦ વાગ્યાના રસામાં કોઈપણ કારણસર આગ લાગી હતી, અને કપાસનો જથ્થો સળગવા લાગ્યો હતો, જેથી આગની જવાળાઓ અને ધુમાડા ગોદામની બહાર દેખાવા લાગ્યા હતા. જે બનાવને લઈને ભારે દોડધામ થઈ હતી.
આગના આ બનાવ અંગે કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરાતાં કાલાવડ ની ફાયર બ્રિગેડ શાખાના અધિકારી એમ.ડી. પરમાર અને તેઓની ટીમેં તૂરત જ ઘટના સ્થળે દોડી જઇ પાણીના બે ટેન્કરો વડે મારો ચલાવ્યો હતો, અને સતત એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી.આગનું ચોક્કસ કારણ અને નુકસાની નો અંદાજ જાણી શકાયો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાણાવાવમાં ભાજપના આગેવાનોએ પ્રબુધ્ધ નાગરિકો સાથે કર્યો સંવાદ
May 08, 2025 03:37 PMસીએમના હસ્તે થયેલ ડ્રોમાં આવાસ મેળવનાર અરજદારો ફોર્મમાં કાગળોની પુર્તતા કરી શકશે
May 08, 2025 03:35 PMબગવદરમાં વરલી મટકાનું બેટીંગ લેતો પ્રૌઢ ઝડપાયો
May 08, 2025 03:31 PMપોરબંદરમાં દા પકડાવ્યો હોવાની શંકા રાખી યુવાન ઉપર થયો હુમલો
May 08, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech