આગ્રામાં આર્મી પ્લેન સાથે મોટો અકસ્માત થયો છે. આર્મી પ્લેનમાં અચાનક આગ લાગી હતી. આ પછી, જ્યારે તે આગ્રાના ખેતરોમાં ક્રેશ થયું, ત્યારે વિસ્ફોટની સાથે આગ વધુ વિકરાળ બની ગઈ હતી.
જાણકારી અનુસાર, પ્લેનમાં પાઇલટ સહિત બે લોકોએ કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના કાગરૌલના સોંગા ગામ પાસે બની હતી. અકસ્માત સર્જાતા સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ પણ આવી રહ્યા છે. પ્લેન કોઈ રહેણાંક વિસ્તારમાં ન પડ્યું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. પાયલટ અને તેના સાથીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બંનેની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે. હાલમાં આ અંગે સત્તાવાળાઓ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. વિમાનમાં કેવી રીતે આગ લાગી તે જાણી શકાયું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech