જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટીખાવડી નજીક અકસ્માત

  • September 03, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાઇક સ્લીપ થઈ જતાં નાઘેડીના યુવાનનું કરુણ મૃત્યુ


જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી પાસે એક બાઈક સ્લીપ થઈ જતાં તેના ચાલક નાઘેડી ના વિપ્ર યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં ગ્રીનવિલા સોસાયટીમાં રહેતો મહેન્દ્ર કારુભાઈ મથ્થર નામનો ૩૫ વર્ષનો વીપ્ર યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઈને મોટીખાવડી થી જામનગર તરફ ફરી રહ્યો હતો, જે દરમિયાન માર્ગમાં તેનું મોટરસાયકલ એકાએક સ્લીપ થઈ જતાં નીચે પટકાઈ પડ્યો હતો, અને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હતી.


આથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા કાળુભાઈ ખેરાજભાઈએ પોલીસને કરતાં મેઘપરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી. જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application