માલીયાસણ ઓવરબ્રિજ પાસે અકસ્માત: ચાર મોત

  • December 14, 2023 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ ઓવરબ્રિજ પાસે આજરોજ સવારના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારના મોત થતા ગુવાર ગોઝારો સાબિત થયો હતો.માલિયાસણ પાસે બે કાર અને બે ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ચાર ચાર વ્યકિતઓ મોતને ભેટા હોય હાઈ–વે મરણચીસોથી ગુંજી ઉઠો હતો.


ગોઝારા અકસ્માતમાં મોતને ભેટનાર મૃતકો પૈકી રાજકોટના હિરેન વશરામભાઈ સગપરિયા, સુરેન્દ્રનગરના હેમેન્દ્રસિંહ જાડેજા અને પાર્થ ભરતભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. યારે અન્ય એક મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.બીજી તરફ સવારના સુમારે સર્જાયેલા આ અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. બનાવના પગલે પોલીસ અને ૧૦૮ ની ટીમ તાકીદે અહીં દોડી ગઈ હતી જેમાં અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તુરતં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકો પૈકી રાજકોટના મનહર પ્લોટમાં રહેતા આધેડ મિત્રો સાથે ચોટીલા પુનમ ભરવા જતા હતા દરમિયાન આ અકસ્માતમાં તેમનું મોત થયું હતું.

ગોઝારા અકસ્માતની જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ સવારના સુમારે રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે આવેલા માલીયાસણ ઓવર બ્રિજ નજીક બે કાર અને બે ટ્રક વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે અહીં ભારે ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં ૧૦૮ ની ટીમ તથા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો.


આ ભયંકર અકસ્માતમાં ચાર વ્યકિતઓના કમકમાટીભર્યા મોત થયા હોવાનું માલુમ પડું છે. યારે એકથી વધુ વ્યકિતઓને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અકસ્માતની આ ઘટનામાં મોતને ભેટનાર ચાર મુત્રકો પૈકી એકની ઓળખ થઈ હતી જેમનું નામ હિરેન વશરામભાઈ સગપરીયા (ઉ.વ ૪૫ રહે.મનહરપ્લોટ,રાજકોટ) હોવાનું માલુમ પડું હતું. તેઓ પોતાના મિત્રો સાથે આજરોજ કારમાં ચોટીલા પૂનમ ભરવા માટે જતા હતા દરમિયાન તેમને અકસ્માત નડો હતો. હિરેનભાઈને સંતાનમાં એક પુત્ર હોવાનું અને તેઓ બે ભાઈના પરિવારમાં મોટા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઘર પાસે જ ખોડીયાર ગેરેજ ધરાવતા હતા.

સવારના સુમારે બનેલી અકસ્માતની આ ગોઝારી ઘટનાના પગલે કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો અને જરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના બનાવના પગલે એક તબક્કે હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો અને વાહનોની કતાર લાગી ગઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application