ખંભાળિયા નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત

  • September 25, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા - દ્વારકા હાઈવે પર અત્રે અત્યારે 25 કી.મી. દૂર હંજડાપર ગામના પાટીયા પાસે પૂર ઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 ટીવાય 8755 નંબરના એક ડમ્પરના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા જી.જે. 12 બી.ટી. 9163 નંબરના એક ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં ટ્રકમાં જઈ રહેલા વીરાભા રાયધરભા માણેક (ઉ.વ. 44, રહે. ભીમરાણા) ને પગમાં ગંભીર ઈજાઓ થતા તેમના પગને ગોઠણથી નીચે કાપવો પડ્યો હતો. અકસ્માત સર્જીને આરોપી ડમ્પર ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે વીરાભા માણેકની ફરિયાદ પરથી ડમ્પરના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.


મીઠાપુરમાં જુગાર રમતા ચાર મહિલાઓ ઝડપાયા

મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા વાલબાઈ રામાભા માણેક, સુધાબેન બાલુભાઈ ચૌહાણ, દીપાલીબેન બોદાભાઈ વારસાકીયા અને શરીફાબેન મસરીભાઈ મકવાણાને ઝડપી લઈ, રૂપિયા 10,780 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application