આરએસએસ અને ભાજપ વચ્ચેનો સંબધં ઘણો જૂનો છે. બંનેની વિચારધારા લગભગ સમાન છે. આ પછી પણ ભાજપ અને આરએસએસ વચ્ચે સંઘર્ષ થયો હતો.રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સઘં અને ભાજપ વચ્ચે બધુ બરાબર નથી. લોકસભાની ચૂંટણીના સમયથી રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. હવે આરએસએસ પોતે આ વાતની પુષ્ટ્રિ કરતા જોવા મળી રહ્યા છે. સંઘે સ્વીકાયુ કે ભાજપ અને તેની વચ્ચે કેટલીક સમસ્યાઓ હતી, પરંતુ તેને 'પારિવારિક બાબતો' ગણાવી હતી. રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘે એમ પણ કહ્યું કે વિવાદના જે પણ કારણો હશે, તેને સાથે બેસીને ઉકેલવામાં આવશે. કેરળમાં એક કાર્યક્રમ દરમિયાન આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરને ભાજપ અને સંઘ વચ્ચે તાલમેલના અભાવ વિશે પૂછવામાં આવ્યું હતું. આના પર તેમણે કહ્યું, આરએસએસ ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. તે એક લાંબી યાત્રા છે. લાંબા પ્રવાસમાં, કાર્યાત્મક મુદ્દાઓ સામે આવે છે. અમારી પાસે તે કાર્યાત્મક મુદ્દાઓને ઉકેલવા માટે એક પદ્ધતિ છે. અમારી ઔપચારિક અને અનૌપચારિક બેઠકો ચાલુ રહે છે. તમે જુઓ. ૧૦૦ વર્ષનો ઈતિહાસ, આ બધા પ્રશ્નોના જવાબ છે
આ પારિવારિક મામલો છે, તેનો ઉકેલ આવશે: સંઘ
કેરળના પલક્કડમાં ત્રણ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠકના છેલ્લા દિવસે સુનીલ આંબેકર મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. આંબેકરે એ પણ સંકેત આપ્યો હતો કે તાજેતરની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના નિવેદનો પછી સંકલનના મુદ્દાઓ અને આરએસએસ કેડરમાં ઉત્સાહનો અભાવ પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવ્યો હતો. જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે ભાજપ હવે 'આત્મનિર્ભર' છે અને તેને કોઈના સમર્થનની જર નથી.જેપી નડ્ડાના નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો. ઈન્ડિયન એકસપ્રેસ અનુસાર, આંબેકરે કહ્યું, અન્ય મુદ્દાઓ પણ ઉકેલવામાં આવશે. આ એક પારિવારિક મામલો છે. ત્રણ દિવસની બેઠક થઈ છે અને બધાએ ભાગ લીધો છે. બધું બરાબર ચાલી રહ્યું છે. આરએસએસ–ભાજપના મતભેદો પર પ્રશ્નો ઉઠાવતી વખતે, આંબેકરે એકવાર પણ બંને સંગઠનો વચ્ચે સંકલનના કથિત અભાવને નકારી કાઢો ન હતો. આ પહેલીવાર છે યારે સંઘે ખુલ્લેઆમ સ્વીકાયુ છે કે બંને સંગઠનો વચ્ચે કોઈ ઘર્ષણ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech