જામનગરમા ચેક પરતના કેસમાં ફરાર થયેલો શખ્સ એસઓજીનાં હાથે ઝડપાયો

  • September 25, 2024 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના એક શખ્સને ચેક પરત ફરવા ના કેસમાં એક વર્ષ ની કેદ અને રૂ.૧ લાખ નો દંડ ફટકારાયા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેને  એસઓજી પોલીસે સુભાષ શાક માર્કેટ પાસેથી પકડી પાડ્યો છે.


જામનગરના સુભાષબ્રિજ ૫ાસે આવેલા બારદાનવાલા કોમ્પલેક્ષ પાછળ રહેતા હિતેશ બાબુભાઈ જેઠવા નામના શખ્સ સામે વર્ષ ૨૦૧૯ માં ચેક પરત ફરવા ની ફરિયાદ થઈ હતી. તે ગુન્હામાં અદાલતે આરોપી ને એક વર્ષ ની કેદ ની સજા અને રૂપિયા એક લાખ નો દંડ ફટકાર્યાે હતો.


સજાના આ હુકમ પછી આરોપી હિતેશ જેઠવા નાસતો ફરતો હતો. આ શખ્સ સુભાષ શાક માર્કેટ નજીક પાનની એક દુકાન પાસે આવ્યો હોવાની બાતમી એસઓજી પોલીસ સ્ટાફે  આ શખ્સની અટકાયત કરી તેનો કબજો સિટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application