ભાવનગર જિલ્લાના ગારીયાધાર પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો પાલીતાણા ડિવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમીરાહે હકિકત મળેલ કે,ગારીયાધાર પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુન્હામાં પકડવાના બાકી આરોપી ઇમ્તીયાજ ઉર્ફે બિહારી નસીરઅહમદ અંસારી રહે.મહુવા જી.ભાવનગર હાલ-ગારીયાધાર,નવાગામ રોડ ખાતે ઉભેલ છે.જે બાતમી આધારે તપાસ કરી આરોપી ઇમ્તીયાજ ઉર્ફે બિહારી નસીરઅહમદ અંસારી (ઉ.વ.૫૪ રહે.રૂમ નં.૩૦૪, ત્રીજા માળ, ઝમઝમ રેસીડેન્સી, નવા ઝાંપો, મહુવા જી.ભાવનગર)ને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી સામે ભાવનગર,ગારીયાધાર પોલીસ મથકના એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦ ૧૯૨૪૦૫૨૫/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૪૦૬, ૪૨૦, ૧૨૦ બી તથા ૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા અને શૈલેષભાઇ ચાવડા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech