સમગ્ર દેશમાંથી દરરોજ હજારો લોકો ભગવાન રામના દર્શન કરી ભાવવિભોર થઈ રહ્યા છે ત્યારે ઉપલેટા પંથકમાંથી રવિવારે બપોરે ૨૦૦ જેટલા રામભક્તો સ્પેશિયલ ટ્રેન મારફત અયોધ્યા જવા રવાના થનાર છે તેની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. આ અંગે ભગવાન રામલલ્લ ાના દર્શન માટે રામભક્તો માટે સ્પેશિયલ ફાળવાયેલ ટ્રેન ઉપલેટા-ધોરાજી વિધાનસભાના ઈન.હરસુખભાઈ સોજીત્રાએ માહિતી આપતા જણાવેલ કે વર્ષો બાદ ભાજપની સરકારે વહી રામમંદિર બનાયેંગેના સુત્રને સાર્થક કરી અયોધ્યામાં ભગવાન રામલલ્લ ાની પુન: પ્રાણ પ્રતિષ્ઠ ા કરી દેશના કરોડો લોકો માટે દર્શન કરવા ખુલ્લ ુ મુક્યું છે. ત્યારે દેશની જનતા માટે રામલલ્લ ાના દર્શન શાંતિપૂર્ણ કરી શકે તે માટે સ્પેશિયલ આસ્થા ટ્રેન ફાળવણી કરી છે તેમાં આગામી તા.૨૫ને રવિવારે બપોરે ૨ વાગ્યે ઉપલેટા-ધોરાજી વિસ્તારના ૨૦૦ જેટલા રામભક્તો ભગવાન રામલલ્લ ાના દર્શન માટે રવાના થશે તેમાં રામભક્તોએ અગાઉ નામ નોંધણી કરાવી છે તેવા ધોરાજી-ઉપલેટાના લોકો માટે ઉપલેટા રેલવે સ્ટેશને બપોરે ૧૨ વાગ્યે પહોંચી જવાનું રહેશે તેને તેમનું આધારકાર્ડ ફરજિયાત ઓરીજીનલ લઈ આવવાનું રહેશે. રેલવે સ્ટેશને તમામ રામભક્તોને તેમનો પાસ-ટીકીટ તેમજ કઈ જગ્યાએ બેસવાનું છે તે તમામ માહિતી તેમજ અયોધ્યામાં દર્શન વિશે માહિતી આપવામાં આવશે. જેથી બપોરે ૧૨ વાગ્યે આવી તમામ લોકોએ પોતાના પાસ મેળવી લેવા યાત્રાના ઈન્ચાર્જ હરસુખભાઈ સોજીત્રાએ જણાવેલ કે, ધોરાજી-ઉપલેટા વિસ્તારના લોકોને પોરબંદર કે રાજકોટ સુધી જવું ન પડે તે માટે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને રજૂઆત કરતા બન્ને હોદેદારોએ રેલવે વિભાગમાં રજૂઆત કરતા આસ્થા ટ્રેનને ઉપલેટા સ્ટોપ આપવામાં આવતા રામભક્તોમાં ભારે ખુશી છવાઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech