આસામ વિધાનસભામાં હવે મુસ્લિમ સભ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. શુક્રવારે, હિમંતા બિસ્વા સરમાની સરકારે, વિધાનસભાના સત્ર દરમિયાન શુક્રવારે મુસ્લિમ સભ્યોને આપવામાં આવતો બે કલાકનો વિરામ નાબૂદ કરી દીધો છે. શુક્રવારે આસામ વિધાનસભાના અધ્યક્ષ વિશ્વજીત દૈમરી દ્રારા મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંગે સરકારનું કહેવું છે કે આનાથી વિધાનસભાની કાર્યક્ષમતા વધશે અને શુક્રવારે પણ સામાન્ય દિવસોની જેમ જ કાર્યવાહી ચાલુ રહેશે.
આસામ રાયના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ, વિધાનસભા અધ્યક્ષ વિશ્વજીત દૈમરીના નિર્ણયને આવકાર્યેા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરતાં, મુખ્યમંત્રીએ કહ્યું કે, વિધાનસભામાં બે કલાકના વિરામને નાબૂદ કરીને, સ્પીકરે કાર્યક્ષમતાને પ્રાધાન્ય આપ્યું છે અને વસાહતી બોજનો બીજો અવશેષ દૂર કર્યેા છે. આ પ્રથા ૧૯૩૭માં મુસ્લિમ લીગના સૈયદ સાદુલ્લાએ શ કરી હતી. આ ઐતિહાસિક નિર્ણય માટે સ્પીકર વિશ્વજીત દૈમરી અને અમારા ધારાસભ્યોનો હત્પં આભાર માનું છું.
સામાન્ય રીતે આસામ વિધાનસભાની કાર્યવાહી સોમવારથી ગુવાર સુધી સવારે ૯.૩૦ વાગ્યે શ થાય છે. શુક્રવારના દિવસે ગૃહની કાર્યવાહીમાં ૨ કલાકનો વિરામ આપવામાં આવ્યો હતો. વિરામના કારણે ગૃહની કાર્યવાહી શુક્રવારે સવારે ૯ વાગ્યાથી શ થતી હતી, પરંતુ હવે વિરામનો સમય રદ કરવામાં આવ્યા બાદ દરરોજ સવારે ૯.૩૦ વાગ્યાથી વિધાનસભાની કાર્યવાહી શ થશે. ગઈકાલ, ૨૯ ઓગસ્ટના રોજ, આસામ વિધાનસભાએ મુસ્લિમ લ અને છૂટાછેડાના કાયદાને બિનઅસરકારક બનાવવા માટે એક બિલ પસાર કયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech