જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલાઓ માટે ખરા અર્થમા આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે. જેમાં ૧૦૮ ની સેવા દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવાયું હતું, કે આશરે ૧૬ વર્ષની કિશોરી બેભાન અવસ્થામાં બેડી બંદર રોડ પરથી મળી આવી હતી, જેને ત્યાંથી હોસ્પિટલમાં લઇ આવેલા છે, પરંતુ કિશોરી ભાનમાં આવવા છતાં કશું બોલતી નથી, અને ગભરાયેલી છે.
પોતે કોઈ નામ સરનામું જણાવતા ન હોય તેથી કાઉન્સેલિંગ માટે મદદની જરૂર છે, તેમ જણાવી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમની મદદ લેવામાં આવી હતી.
આથી તુરંત જામનગર અભયમ ની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ એ.એસ.આઇ તારાબેન ચૌહાણ પાયલોટ મહાવીર સિંહ વાઢેરે સ્થળ પર પહોચી કિશોરીને આશ્વાશન આપવામા આવેલું, અને તેણીનો વિશ્વાસ કેળવી કુશળ કાઉન્સેલિંગ કરી કિશોરીનું નામ સરનામું જાણવાની કોશિશ કરી હતી.
પીડિતા દ્વારા ખાલી નામ જણાવેલું, અને તે પાંચ વાગ્યા થી ઘરેથી નીકળી ગયેલી હોય એટલું જ જણાવેલું હતું. કિશોરીને માથામાં વાગેલું હોવાથી તેમ જ અમુક રિપોર્ટ બાકી હોય તેથી યોગ્ય સારવાર અપાવાઈ હતી. તેમજ રિપોર્ટ કરાવ્યા હતા. અને યોગ્ય પરામર્શ કરતાં જણાવેલું કે તેણીને બે વર્ષથી ભૂત પ્રેત વળગાળ હોવાથી તેઓ અમુક ટાઈમ શું કરે છે, ક્યાં જાય છે, તેની યાદ હોતું નથી. આજે અચાનક ઘરેથી નીકળી ગયેલી હોય તેથી કશું યાદ નથી. એટલામાં હોસ્પિટલ માં કોઈ મહિલા મળેલા જે પીડીતા ને ઓળખતા હોય તેમના દ્વારા કિશોરીના પિતા નો નંબર નામ મેળવી લઈ ફોન દ્વારા પીડતા વિશે પિતાને જાણ કરી હતી.
જેથી કિશોરી ના પિતાએ જણાવ્યા સ્થળ પર પહોંચી પિતા સાથે વાત કરતાં જાણવા મળેલું કે તેણી પાંચ વાગ્યા ની ઘરેથી નીકળી ગઇ હતી. ત્યારના બધી જગ્યા પર શોધખોળ કરી રહ્યા છે. પીડિતાને ભૂત પ્રેત વળગાળ હોવાથી અમુક ટાઈમે તે શરીરમાં આવી જતાં તે બેભાન થઈ જાય છે, તેમજ તેમને કશું યાદ હોતું નથી. તેથી તેઓ ભુવા માતાજી પાસે લઈ જાય છે, પરંતુ હજુ સુધી સારું થયું નથી.
જેની પૂરી વાત સાંભળી યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું, અને ભૂત પ્રેત વળગાળ વિશે અંધશ્રદ્ધામાંથી બહાર આવી યોગ્ય હોસ્પિટલ માં સારવાર લેવા તેમ જ રિપોર્ટ કરાવવા સમજાવેલા હતા, અને હવે પછી આમ કિશોરીને એકલા જવા ન દેવા જણાવલું હતું. પીડિતાને પણ પોતાનું ધ્યાન રાખવા અને એકલા બહાર ન જવા જણાવ્યું હતું. તેથી પિતા એ હવે પછી સારા હોસ્પિટલમાં સારવાર કરાવડાવશે તેમજ પીડિતાનું વધુ સાર સંભાળ રાખશે, તેમ જણાવ્યું હતું.
આમ ૧૮૧ અભયમ ટીમ દ્વારા ૧૬ વર્ષની કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું, અને પરિવાર દ્વારા ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech