ત્યકતાની છરીના ઘા ઝીંકી હત્યા: આરોપી પૂર્વ જેઠના પુત્ર સહિત ચાર ઝડપાયા, એકની શોધ

  • November 25, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલા શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં ગત તા.૧૪ના રોજ ત્યકતા ઉપર પૂર્વ જેઠનાપુત્ર, જમાઈ સહીત ચાર શખ્સોએ છરી વડે હત્પમલો કરી છરીના ત્રણ ઘા ઝીકી દેતા મહિલાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું ગઈકાલે મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને જરી કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા છે જયારે હજુ એકની શોધખોળ હાથ ધરી છે.
શહેરના ૮૦ ફટ રોડ પર શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં બ્લોક નં–એફ ૬૦૭માં રહેતા રેશ્માબેન યુનુસભાઇ બેલીમ (ઉ.વ.૩૫)નામના ત્યકતા ગત તા.૧૪ના પોતાના ઘરે હતા ત્યારે રામનાથ પરામાં રહેતા કૌટુંબિક પૂર્વ જેઠના પુત્ર જેનુલ મહેબૂબ બ્લોચ, શાહનવાઝ ઉર્ફે ટીપુ મહેબૂબ સમા, સોહેલ હત્પસેનભાઇ માઢાત અને સોહીલ સલીમ હોથીયાણીએ મળી છરીના ઘા મારતા ત્યકતાને લોહી લુહાણ હાલતમાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા. યાં હાથની કોણીના નીચેના ભાગે અને પેટના ભાગે બે ધારદાર હથિયારના ઘા લાગેલા હોવાનું તબીબે જણાવી સારવાર શ કરવામાં આવી હતી. દશ દિવસની લાંબી સારવાર બાદ ગઈકાલે મહિલાએ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે બી–ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ હોસ્પિટલએ દોડી ગયો હતો અને જરી કાર્યવાહી કરી આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કરી ધરપકડની તજવીજ હાથ ધરી હતી. હત્પમલામાં જે તે સમયે ફરિયાદ દરમિયાન પોલીસે જેનુલ મહેબૂબ બ્લોચ ((ઉ.વ.૧૯–રહે–રામનાથ પરા હત્પસેની ચોક), શાહ નવાઝ ઉર્ફે ટીપુ મહેબૂબ સમા (ઉ.વ.૨૦–રહે–રામનાથ પરા), સોહેલ હત્પસેનભાઈ માઢાત ((ઉ.વ.૨૭–રહે નીલરત્ન પાર્ક, કોઠારીયા રોડ, સોહીલ સલીમ હોથીયાણી (ઉ.વ.૨૩–રહે–મનહરપરા–૧, બેડીપરા ફાયર સ્ટેશન નજીક) સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાંથી ચારણી ધરપકડ કરી છે જયારે એક હજુ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે.
આ હત્પમલા પાછળનું કારણ મૃતક રેશ્માબેનના નિકાહ રામનાથ પરામાં રહેતા આરીફભાઇ સમા સાથે વર્ષ ૨૦૧૫માં થયા હતા અને સંતાનમાં બે દીકરી એક દીકરો છે. દોઢેક વર્ષ પહેલા આરીફભાઇ સાથે છૂટું થઇ જતા. કૌટુંબિક જેઠ મહેબૂબભાઈને રેશ્માબેન સાથે નિકાહ કરવા હતા પરંતુ તેના સંતાનો મહેબૂબ સ્વીકારવા તૈયાર નહતો આથી બંને વચ્ચે અવાર નવાર ઝગડા થતા હતા. આથી રેશ્માબેનએ નિકાહ કરવાની ના પાડી દીધી હતી. વીશેક દિવસ પહેલા રામનાથપરામાં રહેતા મહેબુબના ઘરે રેશ્માબેન ગયા હતા ત્યારે બંને વચ્ચે મોટો ઝગડો થયો હતો. કદાચ આ વાતનું મન દુ:ખ રાખી મહેબૂબનો દીકરો ટપુ અને જમાઈ સોહીલએ સહિતનાએ મળી હત્પમલો કર્યેા હતો. મહિલાના મોતથી પરિવારમાં માતમ છવાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News