આમિરે લાપતા લેડીઝની ટીમ સાથે ઉજવ્યો બર્થ ડે

  • March 15, 2024 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમિર ખાને તાજેતરમાં પોતાનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેને તેની એક્સ વાઈફ કિરણ રાવ સાથે કેક કાપીને બર્થડેનું સેલિબ્રેશન કર્યું હતું. આ દરમિયાન 'લાપતા લેડીઝ' ની આખી ટીમ તેની સાથે જોવા મળી હતી.આમિર ખાન 59 વર્ષનો થઈ ગયો છે. આમિર ખાને તેનો બર્થ જે તેની એક્સ વાઈફ કિરણ રાવ અને તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ની આખી ટીમ સાથે ઉજવ્યો. આ દરમિયાન કેટલાક મીડિયા પર્સન પણ જોવા મળ્યા હતા.સેલિબ્રેશનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે મીડિયા સાથે વાત કરતા પણ જોવા મળે છે. તેને ‘લાપતા લેડીઝ’ વિશે લાંબી વાત કરી અને કહ્યું કે જો તમારે તેમને ગિફ્ટ આપવી હોય તો ફિલ્મની ટિકિટ ખરીદો.


આમિર ખાને કેક કાપી અને પહેલો કટકો કિરણ રાવને ખવડાવ્યો. આ પછી તેને કહ્યું, “આજે મારો બર્થ ડે છે. ‘લાપતા લેડીઝ’ થિયેટરોમાં છે. મને આશા છે કે તમે ચોક્કસ જઈને ફિલ્મ જોશો. જો મને કોઈ ગિફ્ટ આપવી હોય તો આ ફિલ્મની ટિકિટ ખરીદો. આ મારા માટે એક મહાન ગિફ્ટ હશે. હું આપ સૌનો આભાર માનું છું. તમે ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો.”


લાપતા લેડીઝ પર શું બોલ્યો?

આ સાથે જ આમિર ખાન ઈમોશનલ થઈ ગયો અને કહ્યું, “દર વર્ષ મારો બર્થ ડે મનાવવા માટે ખૂબ જ આભાર.” આ વર્ષે કિરણજી અને ‘લાપતા લેડીઝ’ની ટીમ સાથે સેલિબ્રેટ કરી રહ્યો છે. તેને આમિર ખાન પ્રોડક્શન હાઉસ માટે આટલી સુંદર ફિલ્મ બનાવી છે. અમારું પ્રોડક્શન હાઉસ વર્ષ 2001માં ‘લગાન’થી શરૂ થયું અને 23 વર્ષથી કામ કરી રહ્યું છે. ‘લાપતા લેડીઝ’ એક એવી ફિલ્મ છે જેના પર અમને સૌથી વધુ ગર્વ છે. આ એક હ્યુમન નેચર, ઈમોશન અને ફેમિલી ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં બધુ જ પોઝિટિવ છે. કિરણ જી, આવી શાનદાર ફિલ્મ બનાવવા બદલ તમારો આભાર.”


આમિર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘લાપતા લેડીઝ’ પછી તેની ફિલ્મ ‘સિતારે જમીન પર’ આવશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થઈ શકે છે. રિપોર્ટ્સ મુજબ જેનેલિયા ડિસોઝાને ફીમેલ લીડ રોલ માટે ફાઈનલ કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application