વેબસાઇટ પર અવારનવાર થતાં ધાંધિયાના કારણે કામગીરી રોકી દેવાની ફરજ પડે છે: આધાર કાર્ડ અપડેટ કરાવવા લોકોને ખુબ ઇન્તેજાર કરવો પડી રહ્યો છે
કોઇપણ સરકારી કચેરીમાં કે પછી અંગત કામ માટે આધાર કાર્ડ જરી છે, બેંકીંગ વ્યવહાર કહો કે લગ્ન-મરણ તમામ માટે આધાર કાર્ડની જર પડે છે, જરી છે કે, પ્રત્યેક વ્યકિત માટે આધાર કાર્ડ મેળવવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવામાં આવે, પરંતુ જામનગરમાં ઉલ્ટી ગંગા વહેતી હોય તેમ અહીં આધાર સેન્ટરો જાણે નિરાધાર જેવા બન્યા છે અને ખાસ કરીને આધાર કાર્ડ અપડેટ કરાવવા આવતા લોકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે, મુખ્ય સમસ્યા એ છે કે, આધારની વેબસાઇટ પર વ્યાપક ધાંધીયા સર્જાય છે, અવારનવાર વેબસાઇટ ઠપ્પ થઇ જતી હોવાથી પ્રક્રિયા રોકાઇ જાય છે.
આધાર કાર્ડ માટેની આ પ્રક્રિયા સરળતાથી ચાલે અને ઝડપથી નવા બનાવવા તથા અપડેટ કરવાની કામગીરી ઝડપથી થાય તે જરી છે, નવા-નવા સેન્ટરો માત્ર ખોલી દેવાથી સમસ્યાનો હલ નહીં આવે પરંતુ જયાંથી આ સમસ્યા સર્જાય છે એવી આધારની વેબસાઇટ અવારનવાર રોકાય નહીં તેનો કાયમી ઉકેલ લાવવો જોઇએ, કારણ કે લોકો ધકકા ખાઇ-ખાઇને થાકી જાય છે.
આધારકાર્ડ ભારતમાં ઓળખનો જરૂરી મુખ્ય દસ્તાવેજ બની ગયું છે. આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે નાગરિકોને આધાર યુઆઈડીઆઈની વેબસાઇટ પર જઈને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. આ એપોઇન્ટમેન્ટના આધારે જ નાગરિકો આધાર કેન્દ્રો પર જઈને પોતાના આધારકાર્ડમાં ફેરફાર કરાવી શકે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવામાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આધાર માટેની વેબસાઇટમાં સતત તકનીકી ખામીઓ સર્જાતાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવી લગભગ અશક્ય બની ગઈ છે. વેબસાઇટ વારંવાર સમથીંગ વેન્ટ વ્રોંગ નો મેસેજ દશર્વિે છે. આ સમસ્યાના કારણે નાગરિકોને આધાર કેન્દ્રો પર લાંબી કતારોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. સેવા સદનો અને નગરોના મધ્યસ્થ કેન્દ્રોમાં આખા દિવસ માટે માત્ર 50 વ્યક્તિઓને જ ટોકન અપાતા હોવાથી, લોકોને ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે.
આ સમસ્યાના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયાનું સપનું દેખાડતી સરકાર આવી મૂળભૂત સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે, આ સમસ્યાનું યથાશીઘ્ર નિરાકરણ લાવવામાં આવે અને ઓનલાઇન સુવિધા સરળતાથી ઉપલબ્ધ બનાવવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech