સીમકાર્ડ ખરીદી આણંદના શખ્સને આપેલું : એકટીવ થઇને સીમકાર્ડ પહોંચ્યું રાજસ્થાન: ભારતીય સેનાની જાસુસી કરીને વિગતો પહોંચાડવાનો પ્લાન હતો: સધન પુછતાછ
સેનાની જાસુસી માટે સીમકાર્ડ ખરીદ કરનાર જામનગરના બેડીમાં રહેતા શખ્સને એટીએસે પકડી લીધો છે અને તેની પુછપછરછ કરવામાં આવી રહી છે, જાસુસી માટે સીમકાર્ડ ખરીદી આણંદના શખ્સને આપેલું અને આ કાર્ડ એકટીવ કરાવી પાકિસ્તાન પહોંચતુ કર્યુ હતું.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા મોહમદ શકલેસ ઉમર થૈમ નામના શખ્સને એટીએસની ટુકડીએ ઉપાડી લીધો છે અને પુછપરછ કરવામાં આવી રહી છે, આરોપીની પુછપરછ કરતા તેણે સીમકાર્ડની ખરીદી કયર્િ બાદ જામનગરના અસગર મોદીને આપ્યુ હતું અને અસગરે સીમકડર્િ એકટીવ કરી આણંદમાં રહેતા લાભશંકર મહેશ્ર્વરીને આપ્યુ હતું.
લાભશંકરે આ નંબરથી વોટસએપ ચાલુ કયર્િ બાદ તેની બહેન મારફતે પાકિસ્તાન ખાતે રહેતા કિશોરને મોકલી આપ્યુ હતું, જે સીમકાર્ડના વોટસએપ નંબર મારફતે પાકિસ્તાન આર્મી તથા જાસુસી સંસ્થા દ્વારા જમ્મુ-કાશ્મીર ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનના સિપાઇ સંતોષકુમાર એકઝામ અપડેટ નામની ફાઇલ મોકલીને માલવેર વાઇરસ મોકલ્યો હોવાનું જાણવા મળ્યુ હતું.
જે તે વખતે આણંદના શખ્સની સંડોવાયેલો હોવાનું બહાર આવતા આ અંગેની તપાસમાં સીમકાર્ડ બાબતે બેડીના શખ્સની સંડોવણી ખુલી હતી, જાસુસી માટે સીમકાર્ડ ખરીદનાર જામનગર વિસ્તારના શખ્સ અંગે હકીકત મળી હતી જેના આધારે એટીએસે પકડી લીધો હતો.
વધુમાં એવી પણ વિગતો સુત્રોમાંથી જાણવા મળી છે કે, મહોર્રમમાં શકલેસ ઉમર દાઉદ જામનગર આવ્યો હોવાની શંકા દશર્વિવામાં આવી હતી, જે તે વખતે આણંદનો લાભશંકર પકડાયો ત્યારથી શકલેસ વોન્ટેડ હતો અને પોલીસ તેને શોધી રહી હતી, દરમ્યાન તેને પકડી પાડવામાં સફળતા મળી છે, પકડાયેલા શખ્સની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.
વધુમાં મળેલી માહિતી મુજબ સીમકાર્ડની મદદથી પાકિસ્તાની જાસુસીઓએ ભારતીય સેનાના એક સિપાઇને મોબાઇલમાં વોટસએપ પર વાઇરસ મોકલીને ફોન હેક કરીને સંવેદનશીલ માહિતી મેળવવા પ્રયાસ કરાયો હતો, આ કેસની તપાસમાં એટીએસના અધિકારીઓએ સીમ ખરીદ કરનાર જામનગર બેડીના શખ્સની ધરપકડ કરીને સમગ્ર પ્રકરણ બાબતે વધુ વિગતો મેળવવા સધન પુછતાછ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech