એઈમ્સ અને આઈઆઈટી દિલ્હી યુનિવર્સિટી ઓફ લંડન સાથે સહયોગ સાધીને મેડીકલ ક્ષેત્રે સંશોધનથી માંડીને અનેક આયામો પર કામ કરશે.જેથી આવનારા સમયમાં દર્દીઓને સારી સુવિધા અને સારવાર મળી શકે.પ્રથમ વખત છે યારે આ ત્રણ પ્રતિિત સંસ્થાઓ તેમની કુશળતા અને અનુભવ શેર કરીને તબીબી ક્ષેત્રમાં નવી તકનીકી પ્રગતિ લાવવા માટે સાથે મળીને કામ કરશે. આ ભાગીદારી દ્રારા, આ સંસ્થાઓનો હેતુ તબીબી ક્ષેત્રને સુધારવા અને વિવિધ રોગોની સારવારમાં મદદ કરી શકે તેવી નવી ટેકનોલોજી વિકસાવવાનો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટુટ ઓફ મેડિકલ સાયન્સ, ઈન્ડિયન ઈન્સ્ટીટુટ ઓફ ટેકનોલોજી, દિલ્હી અને યુનિવર્સિટી કોલેજ લંડનએ સંયુકત રીતે એક નવો પ્રોજેકટ શ કર્યેા છે.આ પ્રોજેકટનો ઉદ્દેશ્ય તબીબી તકનીકના ક્ષેત્રમાં નવીનતા લાવવાનો છે, જેથી રોગોના ઉકેલો શોધી શકાય.તાજેતરમાં એઈમ્સ નવી દિલ્હી, આઈઆઈટી દિલ્હી અને યુસીએલ એ એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ ત્રણ સંસ્થાઓ સંશોધન અને નવીનતામાં સહયોગ કરશે.આ ભાગીદારી દ્રારા, આ સંસ્થાઓ તેમના ઉધોગ સંપર્કેા અને સંસાધનોનો લાભ ઉઠાવીને મલ્ટિડિસિપ્લિનરી ટેકનોલોજી સોલ્યુશન્સ વિકસાવવા પર કામ કરશે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય મેડિકલ ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને ડાયોસ્ટિકસ અનેઅને ઇમેજિંગ, તબીબી ઉપકરણો અને પ્રત્યારોપણ, સહાયક તકનીકો, ડિજિટલ આરોગ્ય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લનિગ, કવોન્ટમ ટેકનોલોજી, સર્જરી અને બીજા અનેક ફિલ્ડમાં નવી ટેકનીકને અપનાવવાનો છે. એઈમ્સ ખાતે સેન્ટર ફોર મેડિકલ ઈનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપના વડા પ્રોફેસર આલોક ઠાકુરે જણાવ્યું હતું કે, આ ત્રિપક્ષીય ભાગીદારીનો હેતુ સ્વાસ્થ્ય અને સામાજિક પડકારોનો સામનો કરવાનો છે.મેડિકલ સાયન્સ, એન્જિનિયરિંગ અને ગ્લોબલ પોલિસી એકસપર્ટને જોડીને, અમે મેડટેક ઇનોવેશન માટે એક પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ. આઈઆઈટી દિલ્હીના ડાયરેકટર પ્રોફેસર રંગન બેનર્જીએ આ ભાગીદારી વિશે કહ્યું, અમને વિશ્વાસ છે કે અમારા વૈજ્ઞાનિક, એન્જિનિયરિંગ અને મેડિકલ રિસર્ચ આ ક્ષેત્રમાં નવીનતાઓ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્રમાં જોરદાર જીત બાદ મુંબઈના બીજેપી કાર્યાલયમાં લગાવાયું 'એક હૈં તો સેફ હૈ'નું પોસ્ટર
November 23, 2024 02:00 PMમહારાષ્ટ્રમાં મહાયુતીના જીતના જશ્નની જામનગરમાં ભાજપ દ્વારા ઉજવણી
November 23, 2024 01:57 PMજામનગરમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ સાબરમતી રિપાર્ટ મૂવી નીહાળી
November 23, 2024 01:54 PMજામનગર પોલીસે SEE વ્હીલ કાર્યક્રમ અંતર્ગત દરિયામાં મોકડ્રીલ યોજી
November 23, 2024 01:05 PMધનશ્રી વર્મા ફિલ્મમાં ડેબ્યૂ કરવા તૈયાર
November 23, 2024 12:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech