હાથીઓના રક્ષણ માટે તમિલનાડુમાં એઆઇ ટેક્નોલોજી અસરકારક સાબિત થઈ છે. રાજ્યના પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વન વિભાગના જણાવ્યા અનુસાર, એઆઈ-આધારિત પ્રારંભિક ચેતવણી પ્રણાલીએ અત્યાર સુધીમાં કોઈમ્બતુરના મદુક્કરાઈ જંગલ વિસ્તારમાં 2,500 થી વધુ જંગલી હાથીઓના જીવ બચાવવામાં મદદ કરી છે.
આ પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2024માં શરૂ કરવામાં આવ્યો હતો અને માર્ચ 2025માં તેની સમીક્ષામાં આ વાત બહાર આવી હતી કે સિસ્ટમ અસરકારક રીતે કામ કરી રહી છે. તેના દ્વારા અત્યાર સુધીમાં 5,011 એલર્ટ જારી કરવામાં આવ્યા છે અને 2,500 હાથીઓને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક ક્રોસ કરવામાં સહાય પૂરી પાડવામાં આવી હતી. સિસ્ટમ હેઠળ એ અને બી રેલ્વે ટ્રેક પરના 12 ઇ-મોનિટરિંગ ટાવર્સમાં ઉચ્ચ રીઝોલ્યુશન કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.
કેમેરા હાથીઓને ટ્રેક કરે છે અને કંટ્રોલ રૂમને એલર્ટ મોકલે છે. વન વિભાગની પેટ્રોલિંગ ટીમો અને લોકો પાઇલોટ્સ એલર્ટ મળતાની સાથે જ સક્રિય થઈ જાય છે અને હાથીઓને સુરક્ષિત રીતે ટ્રેક પાર કરવામાં મદદ કરે છે. આનાથી હાથીઓના ટ્રેનો સાથે અકસ્માતના બનાવોમાં ઘટાડો થયો છે.
એઆઇ સિસ્ટમ માત્ર હાથીઓ પર દેખરેખ રાખવા માટે નથી. તેના દ્વારા જંગલોમાં થતી ગેરકાયદેસર ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. હાથીઓની હિલચાલને ટ્રેક કરવા અને તેમને ગામડાઓમાં પ્રવેશતા અટકાવવા માટે કેમેરા ચોક્કસ બિંદુઓ પર કેન્દ્રિત કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે
March 10, 2025 06:16 PMસરકારી કર્મીઓ બાદ હવે પ્રત્યેક ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તંત્ર દ્વારા અનુરોધ
March 10, 2025 05:51 PMસરકારી કર્મીઓ બાદ હવે પ્રત્યેક ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તંત્ર દ્વારા અનુરોધ
March 10, 2025 05:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech