અમદાવાદની સેશન્સ કોર્ટે એક પેટ ઓનરને દોષિત કરાર કરી એક વર્ષની જેલની સજા સંભળાવી છે, જેના ડોબરમેને ૨૦૧૪માં પડોશીઓ પર હત્પમલો કર્યેા હતો. આ ઘટનામાં જેમાં એક માણસ અને ત્રણ બાળકોને ઇજા પહોંચી હતી. આ ઉપરાંત કોર્ટે તેને હત્પમલાના પીડિતોને વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.
ઘોડાસર વિસ્તારની આશાપુરી સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષીય ભદ્રેશ પંડા પાસે શકિત નામનો ડોબરમેન હતો. આ કૂતરાએ તેના પડોશમાં રહેતા અવિનાશ પટેલ, તેનો પુત્ર જય, ભત્રીજો તક્ષિલ અને વ્યોમ પર હત્પમલો કર્યેા હતો. અવિનાશ પટેલે પંડા વિદ્ધ તેમના કૂતરાને કાબૂમાં ન રાખવા બદલ એફઆઇઆર નોંધાવી હતી. પહેલા બાળકોને કરડા બાદ કૂતરાએ અવિનાશ પર હત્પમલો કર્યેા હતો, જેઓ પડી જતાં હાથમાં ફ્રેકચર આવ્યું હતું. પંડા પર મેટ્રોપોલિટન કોર્ટ દ્રારા કેસ ચલાવવામાં આવ્યો હતો, જેણે તેને જાન્યુઆરી ૨૦૨૦માં દોષિત ઠેરવ્યા હતા અને તેને કલમ ૩૩૮ (ગંભીર નુકસાન પહોંચાડવુ અને બેદરકારીભર્યા વર્તનથી માનવ જીવનને જોખમમાં મુકવુ) હેઠળ એક વર્ષની જેલ અને આઈપીસી કલમ ૨૮૯ (બેદરકારી ભર્યા વર્તન) અને અને કલમ ૩૩૭ના સંદર્ભ હેઠળ કેદની સજા ફટકારી હતી.
કોર્ટે અવલોકન કયુ હતું કે આ કૂતરો વૃદ્ધો અને બાળકો માટે ખતરાપ છે. ભદ્રેશ પંડાને ૧૫૦૦ પિયાનો દડં પણ ફટકારવામાં આવ્યો હતો. આ બાદ તેણે સિટી સેશન્સ કોર્ટ સમક્ષ અરજી કરી. કોર્ટે સુનાવણી પૂર્ણ કરી હતી પરંતુ તેનો ચુકાદો આપ્યો ન હોવાથી ભદ્રેશ પટેલે હાઈકોર્ટનો સંપર્ક કર્યેા હતો. હાઈકોર્ટે એક સમયગાળો નક્કી કર્યેા હતો જેમાં સેશન્સ કોર્ટે ચુકાદો આપવાનો હતો. જેમાં એડિશનલ સેશન્સ જજ એ. જે. કાનાણીએ તેમને દોષિત ઠરાવીને સજાને યથાવત રાખી હતી.
ન્યાયાધીશે જણાવ્યું હતું કે તેણે ફરિયાદીની દલીલને સ્વીકારી હતી કે કૂતરાએ ૨૦૧૨–૧૩ થી સોસાઈટીમાં ગભરાટ ફેલાવ્યો હતો, જેના કારણે રહેવાસીઓ, વૃદ્ધ લોકો, બાળકો અને સગર્ભા ક્રીઓ આ આક્રમક કૂતરાથી ડરતા હતા. ન્યાયાધીશે કહ્યું હતું કે, ટ્રાયલ કોર્ટે પીડિતોને વળતર આપવું જોઈએ. ભદ્રેશ પંડાને ૩૦ દિવસમાં મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMપ્રથમ વખત જીવંત કોષોને અવકાશમાં થશે પરીક્ષણ
December 23, 2024 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech