અમદાવાદમાં એલિસબ્રિજ જીમખાના નજીક આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખની લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને ઘટનાની તપાસ શરૂ કરી દિધી હતી.
સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો એલિસબ્રિજ જીમખાના નજીક આંગડિયા કર્મી લૂંટાવાની ઘટના સામે આવી છે. Apmc માર્કેટમાંથી રૂપિયા 65 લાખ લઈને સીજી રોડ ઈસ્કોન આર્કેટમાં જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન રિક્ષામાં આવી રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને બાઈક પર આવેલા બે લૂંટારાઓએ એલિસબ્રિજ જીમખાના નજીક આંતરીને લૂંટ કરવામાં કરી હતી. લૂંટારાઓએ રિક્ષાને રોકીને આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચુ નાખ્યું હતુ. જે બાદ લૂંટારાઓએ એર ફાયરિંગ કર્યુ બાદમાં માથામાં બંદૂકની ગોળી પણ મારી હતી. હાલ તો બન્ને ઘાયલ કર્મચારીને svp હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
એરગનથી કર્યું ફાયરિંગ
મળતી માહિતી પ્રમાણે આંગડિયા પેઢીનો કર્મચારી જમાલપુર એપીએમસી માર્કેટમાંથી નીકળ્યો હતો, જોકે તેઓ રિક્ષામાં એલિસબ્રિજ જિમખાના નજીક પહોંચતા જ લૂંટનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં એવી પણ માહિતી મળી રહી છે કે, લૂંટારાઓએ લૂંટને અંજામ આપવા માટે એરગનથી પણ ફાયરિંગ કર્યું હતું. હાલ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુનિયામાં પહેલી વાર ઈરાનમાં રોબોટિક સૈનિક યુદ્ધ લડશે
January 23, 2025 10:26 AMસેક્સની સંમતિનો અર્થ મહિલાની અંગત પળને કેમેરામાં કેદ કરવાની મંજુરી નથી
January 23, 2025 10:25 AMજામનગરનાં મોમાઇનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન
January 23, 2025 10:22 AMજામનગરના આસામીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા ચેકની રૂ. ૩,૬૫,૮૦૦ નો દંડ
January 23, 2025 10:20 AMચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા ચેકની મુજબ રકમનો દંડ
January 23, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech