ટીપીઓ સાગઠિયાના કરોડોના ભ્રષ્ટ્રાચાર મામલે એસીબી દ્રારા ચાર્જશીટ રજૂ થયું

  • August 23, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ત્રણ મહિના પહેલા સર્જાયેલા ૨૭ માનવીનો ભોગ લેનાર ગેમ ઝોન અિકાંડના મુખ્ય આરોપી મહાપાલિકાના ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા સામે ૨૮ કરોડની અપ્રમાણસર મિલકતો અંગે એન્ટીકરપ્શન બ્યરો દ્રારા વિશેષ તપાસ કરીને ૮૦૦ પાનાનું ચાર્જશીટ આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં તા. ૨૮ ૦૫ ૨૦૨૪ના રોજ કાલાવડ રોડ નાના મવા પાસે ટી.આર.પી.ગેમઝોનમાં થયેલા ભયાનક અિકાંડની તપાસ દરમ્યાન મુખ્ય આરોપી ટાઉન પ્લાનિંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાની મિલ્કતોની ઝડતી તપાસ દરમ્યાન કરોડોની અપ્રમાણસર મિલ્કતો મળી આવી હતી. આથી એન્ટીકરપ્શન બ્યુરો દ્રારા અિકાંડના કેસની તપાસ દરમ્યાન ૨૮ કરોડની અપ્રમાણ સર મિલકતો અંગે સાગઠીયા વિધ્ધ ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગથી કેસ નોંધાયો હતો. આ કેસની વિશેષ તપાસ દરમ્યાન પણ સાગઠીયાના કુટુંબીજનોના નામે મોટા પ્રમાણમાં મિલ્કતો મળી આવી હતી. સાગઠીયા વિધ્ધના આ કેસમાં મિલ્કતોની કિંમત કરોડોમાં થતી હોવાથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ રાજય સરકારે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરાને આ કેસ માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર નિમેલ છે. દરમિયાન આ કેસમાં આજરોજ બપોરના ૧૩૦૦ કલાકે આરોપી મનસુખ સાગઠીયા વિધ્ધ ૮૦૦ પાનાનું ચાર્જશીટ રજુ કરવામાં આવેલ છે અને ચાર્જશીટના કાગળો આરોપીને પુરા પાડા બાદ ત્હોમતનામું (ચાર્જ ફ્રેમ) ફરમાવવા માટે હવે પછીની તારીખ નકકી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News