રાજયના પોલીસ વડા દ્રારા એસીબીના ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ એચ.ગોહિલને ડીજીપી કમન્ડાશન ડીસ્ક–૨૦૨૩ સાથે સન્માનિત કરાયા છે, ગોહિલને તેમની ફરજ નિપુણતા, કાર્યશૈલીને લઈને અગાઉ પણ પ્રશંસા પત્રો, એવોર્ડ મળી ચૂકયા છે. એસીબી તથા પોલીસ વર્તુળો દ્રારા તેમને ડીસ્ક–૨૦૨૩ બદલ શુભેચ્છા અપાઈ છે.
એસીબી ડીવાયએસપી ગોહિલે પોલીસ ડિપાર્ટમેન્ટમાં તેમની કારકિર્દી બે દાયકા પૂર્વે પીએસઆઈથી સ્ટાર્ટ કરી હતી. રાજકોટ રૂરલમાં એલસીબીમાં તેમને ફરજકાળ દરમિયાન જસદણ પંથકમાં વૃધ્ધાને સળગાવી દઈને પોતાના આપઘાતની સ્ટોરી ઉભી કરનાર મહિલા અને તેના પ્રેમીના ચકચારી કેસનો ભેદ ઉકેલ્યો હતો. એ ઉપરાંત રાજકોટ એસીબીમાં પીઆઈ તરીકે ફરજ દરમિયાન તળાવ ગાળવાના કૌભાંડનો પર્દાફાશ કર્યેા હતો.
લાંબા સમયથી પીઆઈ બાદ ડીવાયએસપી તરીકે પણ એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો)માં ફરજ બજાવતા કે.એચ.ગોહિલ ભુજ એસીબીના મદદનીશ નિયામક છે. હાલ રાજકોટનો ચાર્જ પણ તેમની પાસે છે. તાજેતરમાં જ ટીઆરપી ગેમઝોન અિકાંડમાં જેલમાં પુરાયેલા રાજકોટ મહાપાલિકાના પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયાની ૨૮ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતની તપાસ માટે એસીબીની પાંચ સભ્યોની રચાયેલી ખાસ સીટમાં પણ તેઓ છે. એસીબીના કાર્યકાળ દરમિયાન તેઓએ ઘણાખરા ભ્રષ્ટ્ર અધિકારીઓ, કર્મચારીઓને તેમજ તેમની રાહબરીમાં એસીબીની ટીમોએ અનેક સફળ ટ્રેપ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech