એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓએ ભરેલી એનઓસીની ૪૦ ટકા ફીની રકમ પરત આપવાની માંગ

  • July 05, 2024 10:43 AM 

જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હરિયા કોલેજના વિદ્યાર્થીઓની એનઓસી માટેની ૪૦ ટકા ફી ની રકમ ઉઘરાવવામાં આવી છે, જે પરત અપાવવા માંગણી કરી છે. જો સાત દિવસમાં માંગણી નહીં સંતોષાય તો આંદોલનાત્મક કાર્યક્રમો ની જાહેરાત પણ કરાઈ છે.


જામનગરની હરિયા કૉલેજ મા છેલા કેટલાક વર્ષ થી શૈક્ષણિક વર્ષ શરૂ થાય અને વિઘાર્થીઓ ને એન.ઓ.સી. લઇ કૉલેજ બદલાવી હોય તો આ કોલેજમાં એન.ઓ.સી. આપવા માટે ૪૦ ટકા ફી આપવી ફરજિયાત છે. જેના કારણે વિદ્યાર્થીઓ એ બળપૂર્વક કૉલેજ મા રહેવું પડે છે. આ વિષય મીડિયા ના માધ્યમ થી પણ ચલાવવામાં આવ્યો હતો જેના થી બીજા દિવસે કોલેજ મેનેજમેન્ટ તરફથી ફી નો નિયમ મોકૂક કર્યો હતો.


અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે છેલા જેટલા વર્ષ થી આ નિયમ લાગુ હોય અને વિષયર્થીઓ પાસે થી ૪૦ ટકા ફી લીધી હોય તેઓને ફરી ૭ દિવસ ની અંદર પરત કરવામાં આવે અન્યથા વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની જવાદારી કૉલેજ પ્રશાસનની રહેશે.તેમ જાહેર કરાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application