કાલાવડના નાના વડાળામાં યુવાનને શેરબજારના ભાગીદારની ધમકી

  • August 19, 2024 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાગીદારી ના શેર ના ધંધામાં રૂપિયા ૨૮ લાખની ખોટ જતાં પૈસા કઢાવવા માટે  ધમકી અપાઇ


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં રહેતા અને શેર બજારનું કામ કરતા ભરતભાઈ મનહરદાસ કાપડી નામના બાવીસ વર્ષના યુવાને પોતાને મોબાઈલ ફોનમાં પતાવી દેવાની ધમકી આપવા અંગે રાજકોટમાં રહેતા પોતાના ભાગીદાર મયુર ભાયાભાઈ ધ્રાંગીયા સામે ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ભરતભાઈ તેમજ આરોપી મયુરભાઈ વગેરે ત્રણ મિત્રોએ શેરબજારમાં ભાગીદારી થી ધંધો કર્યો હતો, પરંતુ તાજેતરમાં શેર બજારમાં ખોટ ગઈ હતી, અને ફરિયાદી ભરતભાઈ રૂપિયા ૨૮ લાખમાં તૂટી ગયા હતા.


દરમિયાન આરોપી ભાગીદાર મયુરભાઈએ તેને મોબાઈલ ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપતાં સમગ્ર મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોતાના ભાગીદાર સામે ફરિયાદ નોંધાવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News