પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક ઈસમને ૨૦ હજાર પિયા ની કિંમત ના ત્રણ મોબાઈલ સાથે પકડી પાડ્યા બાદ એ મોબાઇલ અમદાવાદ ખાતેથી ચોર્યાની કબુલાત કરતા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અનડીટેક મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે વખતો વખત આપેલ સુચના અને માર્ગદર્શન આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના ઇન્ચાર્જ પીઆઈ. આર.કે.કાંબરીયાની સુચના મુજબ એલ.સીબી સ્ટાફના માણસો પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગીરાહે હકીકત મળેલ કે, નવી ખડપીઠ પાસે એક ઇસમ ચાલીને આવે છે. જેની પાસે ચોરી અથવા છળકપટ થી મેળવેલ મોબાઇલ ફોન હોવાની હકીકત મળતા નવી ખડપીઠ પાસે થી મુળ પાલીતાણા ભીલવાડા વિસ્તાર હાલ પોરબંદરમાં નવી ખડપીઠ દૈવીપુજકવાસ બાપા સિતારામના મંદીર પાસે રહેતા કરણ ઉર્ફે કાળો ડેડો બેજુભાઇ વાવેડીયા ઉ.વ.રરશંકાસ્પદ હલતમાં મળી આવેલ .જેનીપાસે થી મોબાઇલ ફોન ૩ નંગ- કુલ કી.રૂા. ૨૦,૦૦૦ મળી આવતા મજકુર પાસે સદરહું મોબાઇલ ફોનના બીલ કે આધાર માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા ધોરણસર અટક કરવામાં આવેલ. તેમજ મળી આવેલ મોબાઇલ ફોન પોતે અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે થી ચોરી કરેલ હોવાનું જણાવતા આગળની કાર્યવાહી કરવા માટે મજકુર ઇસમને મુદામાલ સાથે કમલાબાગ પો.સ્ટે. સોંપી આપવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના ઇન્ચાર્જ પીઆઈઆર.કે.કાંબરીયા તથા એએસઆઈ બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર તથા હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વરૂ. સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઈ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા. હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઈ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech