નકલી પોલીસ, નકલી પીએ બાદ હવે નકલી આર્મી કેપ્ટનના કારનામા
નકલી પોલીસ, નકલી પીએ બાદ હવે જૂનાગઢમાં નકલી આર્મી મેન ઝડપાયો , આર્મીના કેપ્ટન ની ખોટી ઓળખ આપી રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં જૂનાગઢના યુવક પાસે ત્રણ લાખ ખંખેરી નોકરી ન આપતા ફરિયાદ નોંધાવી હતી તેની ધરપકડ કરતા સમગ્ર મામલે જિલ્લ ાના અન્ય યુવકો સાથે ૧૦ લાખથી વધુની છેતરપિંડી કરી હોવાનું ખુલતા પોલીસે વધુ પૂછપરછ માટે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ઝડપાયેલો યુવક આર્મીમાં લેબર વર્ક અગાઉ કરી ચૂકયો છે તો સંસદ ભવનમાં હોવાનું જણાવી રેલવેમાં અલગ અલગ વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપી નાણા ખંખેરતો હતો.
જૂનાગઢમાં રહેતા અને સ્પોટર્સ સાથે સંકળાયેલા જોષીપરામાં રહેતા દિવ્યેશ ભૂતિયા થોડા સમય પહેલા જલંધર માં આયોજિત સાયકલ સ્પર્ધામાં ભાગ લેવા માટે ટ્રેનમાં જઈ રહ્યો હતો ત્યારે ટ્રેનમાં આર્મીના ડ્રેસમાં રહેલા પ્રવીણ સોલંકી રહે પીપળવા (બાવના) કોડીનાર સાથે મુલાકાત થઈ હતી. અને તે સમયે પ્રવીણ દિવ્યેશને આર્મીમાં કેપ્ટન હોવાની અને જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતો હોવાની જ ઓળખ આપી હતી. ત્યારબાદ આર્મીની નકલી પે સ્લીપ, નેશનલ સિકયુરિટી એજન્સી નું બોગસ આઈ કાર્ડ, આર્મીના યુનિફોર્મ સાથેના ફોટોગ્રાફ બતાવી યુવકને વિશ્વાસમાં લીધો હતો.પ્રવીણ સોલંકી આર્મીમાં નોકરી કરતો હતો અને હાલ સંસદમાં હોવાનું જણાવી યુવકને રેલવેમાં લોકો પાયલોટ માં નોકરી અપાવવાની લાલચ આપી હતી. જેના બદલામાં છ લાખની રકમની માંગણી કરી હતી. પરંતુ દિવ્યેશના પરિવાર દ્રારા ત્રણ લાખની રકમ આપી હતી.
દિવ્યેશને રેલવે વિભાગમાં નોકરી અપાવી દેવાનો વિશ્વાસ આપ્યા બાદ પ્રવીણ નોકરી અપાવી ન હતી લાંબા સમયથી રાહ જોયા બાદ છેતરાયા હોવાનો અહેસાસ થતાં અંતે દિવ્યેશ ભુતીયાએ પ્રવીણ સોલંકી સામે જુનાગઢ બી ડિવિઝનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલાને ગંભીરતા પૂર્વક ગણી એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સહિતની ટીમે નકલી આર્મી મેન તરીકેની ઓળખ આપનાર પ્રવીણ સોલંકીની ધરપકડ કરી હતી. અને પૂછપરછ કરતાં પ્રાથમિક તપાસમાં આર્મી મેને જૂનાગઢ, કેશોદ અને માંગરોળ એમ મળી કુલ પાંચ યુવકોને નોકરી અપાવવાની લાલચ આપી .૭ લાખની છેતરપિંડી કરી હતી.આ ઉપરાંત જૂનાગઢના દિવ્યેશ પાસેથી ત્રણ લાખ લઈ લોકો પાયલોટમાં નોકરી અપાવવાનું જણાવ્યું હતું પરંતુ તમામ સામે છેતરપિંડી થઈ હોવાની માહિતી પ્રા થતા સમગ્ર પ્રકરણમાં પ્રવીણ સાથે અન્ય કોઈ ઇસમોની પણ સંડોવણી હોવાની શકયતા સેવાઈ રહી છે.પોલીસની ટીમ દ્રારા પ્રવીણ સોલંકીની સાથે અન્ય કોઈ ઈસમો સંડોવાયેલા છે, યુનિફોર્મ અને આઈ કાર્ડ કયાંથી આવ્યા,વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના જણાવ્યા મુજબ પ્રવીણ સોલંકી ધો.૧૨ સાયન્સસુધીનો અભ્યાસ કરેલ છે અને બેરોજગાર હોય જેથી આર્મી કેમ્પમાં લેબર વર્ક કામ કરતો હતો અને આર્મી જવાનો અને અધિકારીઓની કાર્ય પદ્ધતિથી પરિચિત થયો હતો ત્યારબાદ તેણે આર્મીના કેપ્ટન ની રેન્ક નો યુનિફોર્મ મેળવી ખોટા આર્મી નું કેન્ટીન કાર્ડ અને એનએસએનુ ઓળખ કાર્ડ બતાવી આર્મીમાં કેપ્ટન હોવાનું કહી છેતરતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. તેમજ હલ સંસદભવનમાં નોકરી કરતો હોવાનું જણાવી રેલવેના અલગ અલગ વિભાગમાં પાયલોટ તથા નોકરી અપાવવા લાલચ આપી પિયા ખંખેરતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જુનાગઢ પોલીસની ટીમ દ્રારા ડુપ્લીકેટ આર્મીમેનના કેપ્ટન ની રેન્કનો યુનિફોર્મ, ખોટા આર્મીનું કેન્ટીન કાર્ડ તથા એન.એસ.એ નું ઓળખ કાર્ડ કબજે કયુ હતું. દિવ્યેશ ભુતીયા દ્રારા પ્રવીણ સોલંકી સામે નકલી આર્મીમેનની ઓળખ બતાવી ત્રણ લાખ મેળવી રેલવેમાં નોકરી ન અપાવવા બદલ છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે યુવકની ધરપકડ કરી તેની અન્ય ઈસમોની પણ સંડોવણી હોવાની શકયતાથી પૂછપરછનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech