દિગ્વિજયગઢ ગામનો યુવાન વ્હીસ્કીની બે બોટલ સાથે ઝડપાયો

  • March 18, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિગ્વિજયગઢ ગામનો યુવાન વ્હીસ્કીની બે બોટલ સાથે ઝડપાયો છે તે ઉપરાંત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા અને દેશી દા‚ના ધંધાર્થીઓ સામે કાર્યવાહી થઇ છે.
વ્હીસ્કી સાથે ઝડપાયો
દિગ્વિજય ગામે રબારીકેડામાં રહેતા મેસુર ઉર્ફે કાનો કીસા હુણ નામના ઇસમને તેના મકાનમાંથી ૧૨૨૦ ‚ા.ની કિંમતની વ્હીસ્કીની બે બોટલ સાથે પકડી લેવામાં આવ્યો છે.
દેશી દા‚નો દરોડો
પોરબંદરના ઝૂંડાળામાં આવેલ પાણીના ટાંકા પાસે રહેતા રાજુ ચંપક બેવાસીને ૨૦૦ ‚ા.ના દા‚ સાથે  પકડી લેવાયો છે. 
ટ્રાફિક નિયમ ભંગ બદલ કાર્યવાહી
હાલમાં પોરબંદરના ઇન્દીરાનગર ખાતે તથા મૂળ ઉપલેટાના રાજપરા ખારચીયા ગામના રાજેશકુમાર વિરમ કારાવદરાને પોરબંદરમાં ગધાઇવાડાના નાકેથી નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવામાં આવ્યો છે. ઇન્દિરાનગરમાં રહેતા રૈયા પેથા છેલાણાએ નરસંગ ટેકરીના વનસેન્ટર મોલ સામે અકસ્માત થાય તે રીતે ટ્રક પાર્ક કરતા તેની પણ ધરપકડ થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application