રાજકોટના લોઠડા અને ખોખડદળ વચ્ચે ડબલ સવારી બાઈકને બોલેરોએ ઠોકરે લેતા બંને બાઈક સવાર યુવકો ફંગોળાતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક યુવાનનું મોત થયું હતું જયારે અન્ય એકને સારવાર આપવામાં આવી છે. બનાવના પગલે આજીડેમ પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના લોઠડા ગામે રૂમ ભાડે રાખીને રહેતા અને વેલ્ડીંગનું કામ કરતા ઉજ્જવલ કુમાર પૂર્વનશ્રીરામ (ઉ.વ.૨૫) અને બાલા રુકૂભાઈ ચૌધરી (ઉ.વ.૩૨) બંને યુવક બપોરે બાઈક લઈને લોઠડાથી ખોખડદળ જતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતા બોલેરો ચાલકે બાઇકને ઉલાળતા બને યુવક બાઈક સમેત રોડ પર પટકાતા માથા અને શરીરના ભાગે ઇજા થવાથી ૧૦૮ મારફતે સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઉજ્જવલએ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક ઉજ્જવલ મૂળ બિહારનો વતની હતો અને બે ભાઈ એક બહેનમાં મોટો હતો જયારે સારવારમાં રહેલો બાલા યુપીનો વતની છે, બને વેલ્ડીંગનું કામ કરતા કરતા હતા. ગઈકાલે વેલ્ડિંગ કામ માટે સાથે જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે અકસ્માત સર્જી્ નાસી છૂટેલા બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMપશ્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે
April 18, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech