બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે રહેતા મંજુબેન મનીષભાઈ રાઠોડ(ઉ.વ 55) નામના મહિલાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમરેલીના વડીયા તાલુકાના ખજુરી ગામે રહેતા બાવચંદ પુજાભાઈ ચૌહાણ, સોનલબેન બાવચંદભાઈ ચૌહાણ તથા બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના બપોરના તેઓ ઘરે એકલા હતા ત્યારે આરોપીઓ ઇકો કાર લઇ અહીં ધસી આવ્યા હતા અને ઘરમાં આવી તારો દીકરો વિક્રમ અને મારી દીકરી ક્યાં છે? તેમ કહેવા લાગ્યા હતા જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, તે બંને ક્યાં છે તે હું જાણતી નથી. આ સાંભળી આ શખસો વધુ ઉશ્કેરાયા હતા અને હાથ પગ પકડી મહિલાને ઇકો કારમાં ઉઠાવી ગયા હતા. રસ્તામાં બાવચંદભાઈ અને તેની પત્ની સોનલ મહિલાને એસિડ છાંટી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ બાવચંદે ધારીયુ કાઢી મારવાની કોશિશ કરી હતી ત્યારબાદ ચારેય શખસોએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.
દરમિયાન મહિલાની તબિયત બગડતા આ આ શખસો તેમને વડીયા પોલીસ સ્ટેશન મૂકી ગયા હતા જ્યાં પોલીસે પૂછતાછ કરતા મહિલાએ સમગ્ર હકીકત જણાવતા વડીયા પોલીસે તુરંત આટકોટ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ આટકોટ પોલીસે પણ અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મહિલાની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનાહિત કાવતરૂ રચવુ, અપહરણ, સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ફરિયાદી મહિલાના પતિ મનીષભાઈ રાઠોડ કડિયા કામ કરે છે જ્યારે તેમનો પુત્ર વિક્રમ પીપલાણામાં કારખાને મજૂરી કામ કરે છે મંગળવારે સાંજે તે ઘરેથી આજે નાઈટ ડ્યુટી છે તેમ કહી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો. બાદમાં માલુમ પડ્યું હતું કે, તે વડિયાના ખજુરી ગામે રહેતી યુવતીને ભગાડી ગયો છે જે બાબતનો ખાર રાખી યુવતીના માતા-પિતા સહિતનાએ મહિલાનું અપહરણ કર્યું હતું. પોલીસે એક આરોપી બાવચંદ ચૌહાણની ધરપકડ કરી છે જ્યારે તે અન્ય ત્રણ આરોપીને ઝડપી લેવા શોખખોળ યથાવત રાખી છે. બનાવ અંગે વધુ તપાસ આટકોટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ આર.એસ.સાકળિયા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech