જસાપરમાં સાસુ સાથે બોલાચાલી થતા યુવતિએ ખડમાં છાંટવાની દવા પીધી

  • November 22, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના જસાપર વાડી વિસ્તારમાં સાસુ સાથે બોલાચાલી થતી હોય જેનું મનમાં લાગી આવતા યુવતિએ ખડમાં છાંટવાની દવા પી લેતા તેણીને સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.


મુળ એમપીના જાંબવા જીલ્લાના વતની અને હાલ કાલાવડના જસાપર ગામમાં રમેશભાઇની વાડીએ રહીને ખેતમજુરી કરતા સીમાબેન વિનોદભાઇ વસુનીયા નામની યુવતિને તેમના સાસુ સાથે ઘરકામ બાબતે અવાર નવાર બોલાચાલી થતી હોય જેથી તેણીને મનમાં લાગી આવતા પોતાની મેળે ત્રણ દિવસ પહેલા ખડમાં છાંટવાની દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી છે. જયાં તેણીની સારવાર ચાલી રહી છે.


પુષ્કરધામ સોસાયટીમાંથી મોટરસાયકલની ઉઠાંતરી
જામનગરના રણજીતસાગર રોડ, સરસ્વતી પાર્કમાં રહેતા વિજય કરશનભાઇ રાઠોડ નામના યુવાનની સ્પ્લેન્ડર પ્લસ બાઇક નં. જીજે10ડીકયુ-6429 ગઇકાલે રણજીતસાગર રોડ પર આવેલ પુષ્કરધામ સોસાયટી પાસે રાખ્યુ હતુ ત્યાથી કોઇ અજાણ્યો શખ્સ હંકારી ગયો હતો. આથી વિજયભાઇએ સીટી-એમાં બાઇક ચોરી કરી ગયાની અજાણ્યા શખ્સ સામે ફરીયાદ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application