વનાણા ગામમાં યુવાને ગળાફાંસો ખાઇ જીવતર ટુકાવ્યું
જામનગરના વિજયનગર જકાતનાકા સર્કલ પાસે રહેતી એક યુવતિએ સગપણ તુટી ગયુ હોવાથી આ બાબતનું મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે જયારે જામજોધપુરના વનાણા ગામમાં એક યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.
જામનગરના જકાતનાકા સર્કલ પાસે આવેલ વિજયનગરમાં રહેતી કાજલબેન સુરેશભાઇ ચાવડા (ઉ.વ.25) નામની યુવતિની સગાઇ તુટી ગયેલ હોવાથી આ બાબતનું મનમાં લાગી આવતા પોતાની મેળે ગઇકાલે રસોડાની છતની આડસમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગે જેતીબેન સુરેશભાઇ દ્વારા સીટી-સી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાવના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
બીજા બનાવમાં જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં રહેતા વીરાભાઇ ખીમાભાઇ ખીંટ નામનો 21 વર્ષનો યુવાન પશુપાલનનો ધંધો કરતો હોય અને તામશી મગજના હોય કોઇ વાતનું તેને લાગી આવતા ગઇકાલે વાડામાં આવેલી ઓરડીમાં પંખાના કડામાં દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ થયુ હતું, આ અંગે જયદીપભાઇ ખીંટ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech