મોરબીમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતીએ મોરબી જિલ્લા પોલીસ અધિકક્ષને ત્રણ શખસ સામે દુષ્કર્મ આચર્યાની અરજી કરી છે. આ યુવતીએ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. યુવતીએ જણાવ્યું છે કે, મારો બર્થ ડે હતો ત્યારે ઠંડાપીણામાં બેભાન કરવાની દવા નાખી પીવડાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મારી નાની દીકરીને મારી નાખવાની ધમકી આપતા હતા. આ અંગે મેં મોરબી પોલીસમાં ફરિયાદ કરવા ગઈ તો મારી ફરિયાદ લેવાને બદલે મને હેરાન કરવામાં આવી.
બ્યુટીપાર્લરમાં આવીને ધમકી આપતા
યુવતીએ મોરબીના જયદીપ જેરામભાઈ ડાભી, મિતેષ ભટ્ટ અને વિજય ભાડજા સામે દુષ્કર્મની અરજી મોરબી પોલીસ અધિક્ષકને કરી છે. અરજીમાં જણવ્યા પ્રમાણએ આ ત્રણેય શખસો પોતાના બ્યુટીપાર્લરમાં આવીને ધમકી આપતા હતા. પતિ સાથે છૂટાછેડા કરવા મજબૂર કરતા હતા. આ ત્રણેય શખસો દ્વારા હજુ પણ અરજી પાછી ખેચવા માટે ધમકાવવામાં આવે છે. મેં મોરબી પોલીસમાં અરજી કરી તો મને જ આરોપી બનાવી હતી.
હું જાગી તો હોટલના રૂમમાં હતી
યુવતીએ જણાવ્યું હતું કે, મારે મોરબીમાં સલૂન છે અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરૂ છું. ઇવેન્ટ મેનેજમેન્ટવાળા જયદીપભાઈ ડાભી મારા સંપર્કમાં આવ્યા હતા. આથી અમે સાથે ઇવેન્ટ કરતા હતા. મારા બર્થની પાર્ટી ભવ્ય હોટલમાં રાખી હતી. સાથે મારા પતિ અને દીકરી હતી. રાત્રે મોડું થતા મારા પતિ મારી દીકરીને લઈને ઘરે જતા રહ્યા હતા. બાદમાં જયદીપભાઈ અને મિતેષે એવું કહ્યું કે, બહેન મોડું થઈ ગયું છે તો અમે મૂકી જઈએ છીએ. આ સમયે જયદીપભાઈ થમ્સઅપની બોટલ લઈ આવ્યા અને મેં નોર્મલી ઠંડુપીણું સમજી પી ગઈ હતી. બાદમાં હું બેભાન થઈ ગઈ હતી. સવારે હું જાગી તો હોટલના રૂમમાં હતી. ત્યારે મારી હાલત અલગ જ હતી.
તારી સાથે થાવાનું હતું તે થઈ ગયું
યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, બાદમાં મેં જયદીપભાઈને પૂછ્યું તો તેણે એવું કહ્યું કે, તારી સાથે થાવાનું હતું તે થઈ ગયું. મારી પાસે તારા નગ્ન ફોટો-વીડિયો બધું છે. આથી હું કહું તેમ તારે કરવું પડશે. પછી હું મિતેશભાઈને મળી તો તેણે પણ એવી રીતે જ જવાબ આપ્યો કે, મેં તમારી સાથે બધુ કરી લીધું છે. તમારી સાથે દુષ્કર્મ થઈ ગયું છે એટલે હવે જયદીપભાઈ કહે તેમ તમારે કરવું પડશે. આ બન્નેનું અગાઉથી જ પ્લાનિંગ હતું.
પોલીસ એક્શનમાં આવતી નથી
ત્યારબાદ જયદીપભાઈ મારા સલૂને આવીને પૈસાની માગણી શરૂ કરી. જો હું પૈસા ન આપું તો તે મને મારવા લાગ્યા. મારી 8 વર્ષની નાની દીકરી છે તેને પણ મારી નાખવાની અવારનવાર ધમકી આપે. મારી દીકરીને સેફ રાખવા માટે મેં અત્યારસુધી અરજી પણ કરી નહોતી. દિવસેને દિવસે તેઓ મારા પર વધુને વધુ દુષ્કર્મ કરવા લાગ્યા, અરજી મોડી કરવાનું કારણ મારી દીકરી છે. મેં અત્યારે ડિવોર્સ લઈ મારી દીકરી મારા પતિને સોંપી દીધી છે. મેં અરજી કરી તેને મહિના ઉપર થઈ ગયું છે છતાં પોલીસ એક્શનમાં આવતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech