ઓખામાં પરપ્રાંતીય માછીમાર યુવાનને હાર્ટ એટેક

  • April 19, 2025 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવસારી જિલ્લાના વસર ગામના મૂળ વતની અને હાલ ઓખામાં રહેતા સંજયભાઈ મહેશભાઈ હળપતિ નામના 30 વર્ષના માછીમાર યુવાનને ગત તારીખ 17 ના રોજ રાત્રિના સમયે ઓખા નજીકના દરિયામાં હરિકૃપા બોટમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ જગદીશભાઈ નાનુભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.


વીજશોક લાગતા કલ્યાણપુરના વૃદ્ધનું અપમૃત્યુ

કલ્યાણપુર તાલુકાના કનકપર માળી ગામે રહેતા વેજાણંદભાઈ નાથાભાઈ ગામડા નામના 64 વર્ષના વૃધ્ધ ગત તારીખ 17 ના રોજ તેમની વાડીએ પાણીના બોરની ઇલેક્ટ્રિક્ટ મોટર ચાલુ કરવા જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર ભરતભાઈ વેજાણંદભાઈ ગામડાએ સ્થાનિક પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application