શહેરમાં ફરીથી યુવા વયે હાર્ટએટેક આવી જવાના બનાવ સામે આવતા ચિંતાની લાગણી ફેલાઈ છે. રામાપીર ચોકડીથી આગળ શાંતિનગરમાં રહેતો ૩૨ વર્ષીય યુવક બોકસ ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ ઢળી પડતા મોત થયું હતું જયારે રૈયાગામમાં બેભાન હાલતમાં ૩૮ વર્ષીય યુવકે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
પ્રા વિગત મુજબ રામાપીર ચોકડી નજીક શાંતિનગરના ગેઇટ પાસે આવેલા સનશિલ્પ એન્કલેવ લેટ નં–૪૦૩માં રહેતો જીજ્ઞેશ અતુલભાઈ ઠક્કર (ઉ.વ.૩૨)નો યુવક રાત્રીના બારેક વાગ્યે ઘરે હતો ત્યારે છાતીમાં દુ:ખાવો થવાની ફરિયાદ કરતા તાકીદે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જીજ્ઞેશ
એક ભાઈ એક બહેનમાં મોટો અને અપરણિત હતો. પિતા અતુલભાઈ હયાત નથી અને પોતે પ્રાઇવેટ નોકરી કરતો હતો. રાત્રીના મિત્રો સાથે બોકસ ક્રિકેટ રમવા માટે ગયો હતો ત્યાંથી ઘરે પરત ફરતા દયરોગનો હત્પમલો પ્રાણઘાતક નીવડો હતો. બનાવથી પરિવારમાં આક્રદ સર્જાયો છે.
બીજા બનાવમાં રૈયાગામમાં ખોડિયાર મંદિર પાસે રહેતા કરશનભાઈ મશરૃભાઈ ઝપડા (ઉ.વ.૩૮)ના યુવક રાત્રે ઘરે હતા ત્યારે અચાનક ચક્કર આવતા બેભાન થઇ ઢળી પડતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા યાં સારવાર કારગત નીવડે એ પહેલા જ અંતિમ શ્વાસ લેતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. મૃત્યુ પામનાર ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતા અને સંતાનમાં બે દીકરી છે. પોતે છૂટક મજૂરી કામ કરતા હતા. હાર્ટ અટેક આવેય ગયાનું પરિવારે જણાવ્યું હતું. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે જરી કાગળો કર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech