એકના ડબલની લાલચે યુવક સાથે ૬૯ લાખની ઠગાઇ

  • January 08, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના શખસ સાથે ડબલ રૂપિયા કરવાની લાલચ આપી ૬૯ લાખની ઠગાઇ કરવામાં આવી હતી. યુવાન પાસેથી નાણા લઇ તેના બદલામાં ચિલ્ડ્રન બેન્કના કુપન આપતા યુવાને પાંચ વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રભાકરભાઇ રાજેન્દ્રભાઇ કનોજિયા ઉ.વ.૩૦, ધંધો. ઇવેન્ટ મેનેજમેન્ટ, રહે.ખોખરા ૧૫૮ સાંઇ શેરી, અમદાવાદએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વિસેક દિવસ પહેલા અમદાવાદ ખાતે રહેતા મિત્ર સુરેશભાઇ છોટેલાલ કહેલ કે સાયલા ગામના અનિરૂધ્ધસિંહ ઝાલા એકના ડબલ રૂપિયા કરી આપે છે. લાલચમાં આવી તેઓ સુરેશભાઇને મહિન્દ્ર ૭૦૦ ગાડી જીજે–૨૭ઇસી–૯૭૮૯ વાળી લઇને અમદાવાદથી સાયલા આવેલા અને સાયલા આવી અને અનિરૂધ્ધસિંહ ઝાલાની ઓફિસે ગયા હતાં ત્યાં અનિરૂધ્ધસિંહ શીવુભા ઝાલા રહે.સીધ્ધપુર તા.મુળી તથા એક બીજો ઇસમ આશરે ૧૮થી ૨૦ વર્ષનો તેની ઓળખ તેમના દીકરા તરીકે આપેલ તે બન્ને હાજર હતાં. અનિરૂધ્ધસિંહએ કહેલ કે તમે મને જેટલા રૂપિયા આપશો તેના હત્પં તમને ડબલ રૂ૫િયા આપીશે. બંને મિત્રો તા.૩૦–૧૨–૨૦૨૪ના રોજ સાયલા અનિરૂધ્ધસિંહની ઓફિસે ગયેલા અને અનિરૂધ્ધસિંહ તેમના ઘરે સિધ્ધસર ગામે લઇ ગયેલા ત્યાંથી અનિરૂધ્ધસિંહ અને તેમના દીકરાએ રૂપિયા ૫૦૦ના દરની નોટોના બંડલ બતાવેલ અને કહેલ કે આ નોટો તમને મળશે અને સેમ્પલનું પુછતા અનિરૂધ્ધસિંહે તે નોટોમાંથી રૂપિયા ૬૧૦૦ આપેલ અને તેના બદલામાં રૂપિયા ૫૦,૦૦૦ આપેલ હતાં. અનિરૂધ્ધસિંહ પર વિશ્ર્વાસ આવતા રૂા.૫,૦૦,૦૦૦નું ટોકન આપવાનું નકકી કરેલુ અને બન્ને અનિરૂધ્ધસિંહની ઓફીસે ગયેલા ત્યાં તેને રોકડા રૂપિયા ૫,૦૦,૦૦૦ આપેલા અને અનિરૂધ્ધસિંહે રૂા.૧,૦૦,૦૦૦ આપેલા હતાં અને બીજા રૂપિયા ૬૫,૦૦,૦૦૦ તા.૬–૧–૨૦૨૫ના રોજ આપવાનું નકકી કરેલ અને તેના બદલામાં આ અનિરૂધ્ધસિંહ અને તેમના દીકરાએ રૂા.૧,૪૦,૦૦,૦૦૦ આપવાનું નકકી કરેલ. પ્રભાકરભાઇએ મિત્ર હેમંતભાઇ મકવાણા પાસેથી રૂપિયા ૪૦,૦૦,૦૦૦, સંજયભાઇ ચૌધરી પાસેથી રૂપિયા ૧૦,૦૦,૦૦૦, સોનુભાઇ અગ્રવાલ પાસેથી રોકડા રૂપિયા ૧૦,૦૦,૦૦૦ અને પ્રતિકભાઇ  શાહ પાસેથી રૂપિયા ૫,૦૦,૦૦૦ ઉછીના લીધેલ. કુલ રૂપિયા ૬૫,૦૦,૦૦૦ મિત્રો પાસેથી ઉછીના લીધેલા જે રૂપિયા મિત્ર સોનુભાઇ પાસે રાખેલા હતાં.
બાદમાં પ્રભારકરભાઈ મિત્ર અખારામસિંઘ દયાલસિંઘ જાટ સાથે સાયલા ગયા અને સોનુભાઈને ફોન કરી રૂા.૬૫ લાખ લઈ અને લીંબડી પાસે આવવાનું કહેલ અને તેઓ બીજી ગાડીમાં સોનુભાઈ અગ્રવાલ અને ભાવેશભાઈ ભાવસાર તથા બીજલભાઈ ત્રિવેદી તથા રમેશભાઈ મહેતા આ ચારેય આવી ગયા હતા. રૂા.૬૫ લાખ લઈ તેઓ સુરેશભાઈ તથા અખારામભાઈ, અનિરૂધ્ધસિંહ ઝાલાની ઓફીસે ગયા હતા. અનિરૂધ્ધસિંહને તેની ઓફીસે રૂા.૧૫ લાખ આપેલ અને અનિરૂધ્ધસિંહે કહેલ કે, રૂા.૫૦ લાખ આપો એટલે ડબલ રૂા.ધ્રાંગધ્રા બાજુ આપીશ. જેથી અનિરૂધ્ધસિંહ તેનો દિકરો અને સુરેશભાઈ બોલેરો ગાડી નં.જીજે૧૩સીઈ ૦૫૬૭માં બેેઠેલા તેઓ અને અખારામભાઈ રૂપિયા લઈને ધ્રાંગધ્રા બાજુ આવવા નીકળેલા અને સુરેન્દ્રનગર આવતા અનિરૂધ્ધસિંહની ગાડીમાં પાછળ આવેલા અને ધ્રાંગધ્રાથી બાવળી બાજુગયા અને ત્યાં બાવળીથી જીવા જતા રસ્તા ઉપર દોઢેક કિલોમીટર આગળ સફેદ કલરની  નંબર વગરની ગાડી આવેલી અને અજાણ્યા બે માણસો હતા. તેમાંથી એક માણસે ગાડીમાંથી બે  થેલા બહાર કાઢી અને અનિરૂધ્ધસિંહે રૂપિયા લઈ લો તેવી વાત કરતા તે બન્ને થેલા ગાડીમાં મુકેલ અને રૂા.૫૦ લાખ હતા તે બેગ અનિરૂધ્ધસિંહને આપેલ અને ત્યાર બાદ ગાડી લઈને નીકળી ગયા અને અનિરૂધ્ધસિંહની ગાડીમાં બેઠેલા સુરેશભાઈનો ફોન આવેલ કે તેને અનિરૂધ્ધસિંહ રૂપિયા આપેલા હતા તે ચેક કરતા આ રૂપિયા ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડીયા ૫૦૦ કુપન લખેલ હતા. ખોટા રૂપિયા આપનાર અલ્ટો ગાડી આગળ જતી હતી તેનો પીછો કરતા અલ્ટો ગાડી ખેતરમાં જતી રહેલી અને તેમાં બેઠેલા માણસ ભાગી ગયા હતા.
અનિરૂધ્ધસિંહ શીવુભા ઝાલા રહે. સિધ્ધસર તા. મુળીવાળો તથા તેનો દિકરો તથા ત્રણ અજાણ્યા માણસોએ એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપી મારી પાસેથી રોકડા રૂા.૬૯ લાખ લઈ લીધા અને તેના બદલામાં ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડીયા ૫૦૦ કુપન લખેલ નોટોના બંડલ ભરેલ બે થેલા આપી વિશ્ર્વાસઘાત કરી છેતરપીંડી કરેલ હોય તેઓની સામે કાર્યવાહી કરવા પ્રભાકરભાઈએ માંગણી કરેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application