ચૌટા ના પુલ નીચે રાત્રે ૧:૦૦ વાગ્યે ખભા ઉપર દારૂ ભરેલી બેગ રાખીને ઉભેલો યુવાન ઝડપાયો

  • September 09, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૌટા ગામના પુલ પાસે રાત્રે એક ઈસમ ખભા ઉપર દા‚ ભરેલી બેગ રાખીને ઉભો હતો. પોલીસે શંકાસ્પદ હાલતમાં રહેલા ઈસમની  બેગની તલાશી લેતા વિદેશી દા‚ની ૧૯ બોટલ મળી આવતા તેની ધરપકડ થઈ હતી અને તે રાણાકંડોરણા ગામે આ દા‚ આપવા જતો હોવાની કબુલાત કરતા પોલીસે માલ મંગાવનાર સામે પણ ગુનો દાખલ કર્યો છે.
કુતિયાણા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચૌટા વાંક ના પુલની નીચે એક ઈસમ ખભા ઉપર બેગ રાખીને શંકાસ્પદ હાલતમાં ઉભો હતો તેથી પોલીસે ત્યાં જઈને તેની પૂછપરછ કરતા ઉપલેટા ના તણસવા ગામે પીપરા ફળિયામાં રહેતો સુરેશ વલ્લભ સુતરીયા નામનો ઈસમ હોવાનું જણાવ્યું હતું અને તેની બેગમાંથી પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની ૬૦૮૦ ની કિંમતની ૧૯ બોટલ દારૂની મળી આવી હતી આથી પોલીસે સુરેશ સુતરિયાની વિધિવત ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતા આ દારૂ તે રાણા કંડોરણા ગામના હમીર પીઠા કરંગીયા ને આપવા જતો હોવાની કબુલાત કરતા પોલીસે હમીર સામે પણ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application