જાતી પ્રત્યે હડધુત કરાયો : ચાર શખ્સો સામે પોલીસ ફરીયાદ
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એક યુવાનને અગાઉની બોલાચાલીના સમાધાન માટે લઇ જઇને માર માર્યાની તેમજ જાતી પ્રત્યે હડધુત કર્યાની ધરારનગરના શખ્સો સહિત ચાર સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના અલસફા સોસાયટી શેરી નં. ૩માં રહેતા અને ટ્રકમાં કિલનરનું કામ કરતા અલ્તાફ ઉર્ફે રાશીદ હુશેનભાઇ કકકલ (ઉ.વ.૨૧) નામના યુવાનને અફઝલ સાથે અગાઉ ઢીચડા ગામે બોલાચાલી થઇ હતી તેનું સમાધાન કરવા માટે આરોપી સીદીક લલચાવીને ફરીયાદીને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગત તા. ૧ના રોજ લઇ ગયો હતો ત્યાં અગાઉના મનદુ:ખના કારણે સીદીક અને કચ્છી વાઘેરે ફરીયાદી અલ્તાફને પકડી રાખ્યો હતો જયારે અન્ય બે આરોપીઓએ અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.
ઉપરાંત વાયરના હન્ટરથી શરીરે આડેધડ માર મારીને મુંઢ ઇજાઓ કરી હતી તેમજ ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનજનક શબ્દો બોલીને હડધુત કરી એકબીજા સાથે મદદગારી કરી હતી. આ અંગે અલ્તાફભાઇએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં ધરારનગર-૧માં રહેતા અફઝલ ખફી, ધરારનગર-૨માં રહેતા એજાઝ મલેક, ધરારનગર-૨ ટેકરી વિસ્તારમાં રહેતા કચ્છી વાઘેર અને દિગ્જામ સ્કુલ પાસે રહેતા સીદીક ચના આ ચાર શખ્સો વિરુઘ્ધ જુદી જુદી આઇપીસી કલમ તથા એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ નોંધાવતા ડીવાયએસપી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
***
કનસુમરા ગામના વેપારી યુવાન પર ધોકા-છરીથી હુમલો: ઢીચડાના બે શખ્સ તુટી પડયા : હાથ ઉછીના રુપીયા નહીં આપતા કરેલી અરજીનો ખાર કારણભુત
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં કનસુમરા ગામના યુવાન વેપારી પર ધોકા અને છરી વડે હુમલો કરીને ઇજા પહોચાડયાની ઢીચડાના બે બંધુ સામે ફરીયાદ કરવામાં આવી છે, અગાઉ આપેલા રુપીયા નહીં આપતા કરેલી અરજીનો ખાર રાખીને માર મારવામાં આવ્યો હોવાનું ફરીયાદમાં જાહેર કરાયું છે.
જામનગર નજીક કનસુમરા ગામ ક્ધયાશાળાની બાજુમાં રહેતા વેપારી ઇકબાલ હારુનભાઇ ખીરા (ઉ.વ.૪૪)એ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં ઢીચડા હુશેની ચોક ખાતે રહેતા ફારુક વલીમામદ ખફી તથા તેનો સગો ભાઇ નજીર ઉર્ફે નીનો અલીમામદ ખફી આ બંનેની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી વેપારી ઇકબાલભાઇએ આરોપી ફારુકને ધંધા તથા મકાન બનાવવાના રુપીયા ૧૧ માસ અગાઉ આપ્યા હતા જે નાણા પરત નહીં આપતા આ બાબતે ફરીયાદીએ કરેલી અરજીનો ખાર રાખીને ગઇકાલે સાંજે ગોકુલનગર હોટલ પાસે આરોપી ફારુકે ધોકા વડે ઇકબાલભાઇ પર હુમલો કરી પગમાં ઇજા કરી હતી જયારે નજીરે છરી વડે કોણીના ભાગે ઘા ઝીંકી ઇજા પહોચાડી હતી. ઉપરોકત ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech