તે મારી વિરુધ્ધ કેમ પોલીસમાં અરજી કરી પૂછતાં યુવક ઉપર બે શખસોની ધોકાવાળી

  • March 07, 2025 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરની ભાગોળે બામણબોર નજીક ગારીડા ગામે રહેતાં જેન્તી કુંવરાભાઇ ધરજીયા (ઉ.વ.૧૯)નો યુવક સાંજે ગામની સીમમાં વાડીના રસ્તે જતો હતો ત્યારે ભૂપત માવજીભાઇ અને અજાણ્યા શખ્સે ધોકાથી હત્પમલો કરી માર મારતાં હાથમાં ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઇજા થયાનું નિદાન થયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.
હોસ્પિટલના બિછાને રહેલા જેન્તીના કહેવા મુજબ પોતે મજૂરી કામ કરે છે, હત્પં થોડા દિવસ પહેલા ભૂપતના ઘર પાસેથી બાઇક લઇને નીકળતો હોવાથી તે અંગે તેણે પોલીસમાં એકદમ સ્પિડથી બાઈક ચલાવે છે તેવી અરજી કરી હતી. આથી ગઇકાલે પોલીસમાંથી મને ફોન આવ્યો હતો અને અને મેં કાલે આવવાનું કહ્યું હતું. આજે પોલીસ સ્ટેશન જવાનું હતું એ પહેલા સાંજે ભૂપત રસ્તામાં ભેગો થઈ જતા તે મારા વિદ્ધ કેમ અરજી કરી હતી ? તેમ પુછતાં તેણે બોલાચાલી કરી તેની સાથે રહેલા અજાણ્યા શખ્સ સાથે મળી ધોકાથી મારમાર્યેા હતો. આગળની તપાસ એરપોર્ટ પોલીસે હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application