બકરા ચારાવતા યુવાન પર સિંહે કર્યો હુમલો

  • November 17, 2023 07:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં વન્ય પ્રાણીએ હુમલો કરાયાની ફરી ઘટના સામે આવી હતી. જિલ્લામાં અનેક વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલા ઘટના બને છે. ત્યારે જેસર તાલુકાના તાતણીયા ગામે બકરા ચારાવવા ગયેલા યુવાન પર સિંહએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના અંગે વન વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર તાતણીયા ગામે રહેતો ઈસાકભાઈ ગાહા નામના યુવાન પોતાના બકરા લઇને ચારાવવા ગયો હતો. તે વેળાએ સિંહે બકરા પર હુમલો કરતા બકરાને બચાવવાં જતા સિંહએ યુવાન પર હુમલો કર્યો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે પ્રથમ જેસર અને ત્યાર બાદ ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જોકે જેસર સહીતના તાલુકાઓ વન્યપ્રાણી થી ઘેરાયેલો છે. ત્યારે અવારનવાર આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે. જે ઘટનામાં વન વિભાગને જાણ કરાતા વન વિભાગના કર્મચારીઓ દ્વારા સિંહને ટ્રેકિંગ કરી દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application