રાજકોટમાં નબીરાઓ રાત્રિના રસ્તાઓને રેસિંગ ટ્રેક સમજી બેફામપણે વાહન હંકારી સામાન્યથી લઇને જીવલેણ અકસ્માત સર્જતા હોય છે. બેફામપણે વાહન ચલાવનાર વાહન ચાલકો પર લગામ કસવામાં પોલીસ વામણી પુરવાર થઈ રહી છે. ત્યારે શહેરમાં ગઈકાલ રાત્રિના વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. મવડી ફાયર બ્રિગેડ નજીક પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે બે વાહનોને હડફેટે લીધા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એકટીવાચાલક વૃદ્ધ વેપારીનું મોત થયું હતું. જ્યારે અન્ય સ્કૂટરમાં સવાર કાકા-ભત્રીજીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક અને તેની સાથે રહેલા શખસને અહીં એકત્ર થયેલા લોકોએ ઝડપી લઇ પોલીસને સોંપ્યો હતો. બનાવસ્થળ પર હાજર લોકોના કહેવા મુજબ કારની સ્પીડ 100 થી પણ વધુ હતી. પોલીસે આ મામલે વેપારીના પુત્રની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલ રાત્રિના મવડી મેઇન રોડ પર માલવીયાનગર પોલીસ સ્ટેશન નજીક ફાયર બ્રિગેડ સ્ટેશન પાસે 10:30 વાગ્યા આસપાસ પૂરપાટ ઝડપે ધસી આવેલી કીયા કાર નં. જીજે 1 કેએકસ 5080 ના ચાલકે કાબુ ગુમાવી આગળ જઈ રહેલા બે સ્કૂટરને હડફેટે લીધા હતા જેમાં એકટીવાચાલક પ્રફુલભાઈ જેઠાભાઈ ઉનડકટ (ઉ.વ 69) નામના વેપારીને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું. જ્યારે અન્ય સ્કૂટરમાં જતા આયુષભાઈ ડોબરીયા (ઉ.વ 20) અને તેમની ભત્રીજી આરાધ્યા ધવલભાઈ ડોબરીયા (ઉ.વ 12) ને ઇજા પહોંચતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની આ ઘટના બાદ કારચાલક કાર લઈને નાસી છૂટે તે પૂર્વે અહીં એકત્ર થયેલા લોકોએ કારચાલકની ઝડપી લીધો હતો કાર ચલાવનાર શખસ જૂનાગઢનો ઋત્વિક રમેશભાઈ પટોડીયા (ઉ.વ 23) અને તેની સાથે કારમાં ધ્રુવ કોટક નામના શખસને પણ ઝડપી લીધો હતો. બીજી તરફ અકસ્માતની આ ઘટનાના પગલે માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફ પણ અહીં પહોંચી ગયો હોય આ બંને શખસોને પોલીસના હવાલે કર્યા હતા.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં જીવ ગુમાવનાર વેપારી પ્રફુલભાઈ ઉનડકડ ગાંધીગ્રામ નજીક નાણાવટી ચોક પાસે મણીનગરમાં શેરી નં. ૧ માં રહે છે અને ગોંડલ રોડ પર સદભાવના વૃદ્ધાશ્રમ નીચે તિરૂપતિ ડેરી ફાર્મ ચલાવે છે. રાત્રિના દુકાન બંધ કરી ઘરે જતી વેળાએ રસ્તામાં આવતા ભારત પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા માટે ડીવાઇડર ઓળંગી જતા હતા. દરમિયાન કાર કાળ બની તેમના પર ત્રાટકી હતી. વૃદ્ધને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.પુત્ર હિંમાશુ ઉનડકટ નાણાવટી ચોક પાસે રામેશ્ર્વ પાર્કમાં ડેરી ચલાવે છે.
જ્યારે અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા કાકા ભત્રીજી આયુષભાઈ અને આરાધ્યા અહીં હરિધવા રોડ પર રહે છે અને રાત્રે શ્રીનાથ સોસાયટીમાં સંબંધીને ત્યાં જમીને પરત ઘરે જઈ રહ્યા હતા એક એકટીવામાં કાકા-ભત્રીજી સાથે હતા જ્યારે બીજા સ્કૂટરમાં આરાધ્યાના માતા-પિતા હતા. અકસ્માતના અંગે માલવીયાનગર પોલીસે વૃદ્ધ વેપારીના પુત્ર હિમાંશુભાઈ પ્રફુલભાઈ ઉનડકટ (ઉ.વ 39 રહે. મણિનગર શેરી નંબર-૧ નાણાવટી ચોક પાસે, 150 ફૂટ રીંગ રોડ) ની ફરિયાદ પરથી કારચાલક સામે બીએનએસની કલમ 106 (1), 281, 125(એ) અને 125 (બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કારમાં બે યુવતી પણ હોવાની ચર્ચા
અકસ્માતની આ ઘટનાને લઇ અહીં એકત્ર થયેલા લોકો પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ, અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં આ બંને શખસોની સાથે બે યુવતીઓ પણ હતી. પરંતુ અકસ્માત થતાની સાથે જ આ બંને યુવતીઓ કારમાંથી ઉતરી નાસી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આ યુવતીઓ કોણ હતી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
જીવલેણ અકસ્માત સર્જનાર ચાલકે કહ્યું બ્રેક ન લાગી
મવડી વિસ્તારમાં રાત્રિના સૌથી ૧૦૦ થી વધુ સ્પીડે કાર ચલાવી બે સ્કૂટરને હડફેટે લઈ વૃદ્ધ વેપારીનું મોત નિપજાવનાર કારચાલકને અહીં હાજર લોકોએ ઝડપી પોલીસને સોપ્યો હતો. બાદમાં પોલીસે આ કારચાલક ઋત્વીક રમેશભાઈ પટોળીયાની પૂછતાછ કરતા પોતાની કોઈ જ ભૂલ ન હોય તેમ કહી નફફટતાપૂર્વક કહ્યું હતું કે, મારી સ્પીડ વધારે હતી અને એકટીવા સામે આવી ગયું અને મારાથી કારની બ્રેક લાગી નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં નશાકારક પીણાંનું વેચાણ થતું ઝડપાયું
March 31, 2025 11:54 AM'હીરામંડી' બાદ કરિયરમાં દુષ્કાળ આવ્યાનો અદિતિનો વસવસો
March 31, 2025 11:50 AMજામનગર શહેર અને જિલ્લામાં આજે ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી
March 31, 2025 11:50 AMદેશી લુકમાં આરાધ્યા બચ્ચનનું સૌન્દર્ય જોઈ ફેન્સ આકર્ષિત
March 31, 2025 11:47 AMદેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
March 31, 2025 11:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech