રાજકોટમાં પોણા બે માસ પૂર્વે ચાર શખસોની લૂંટા ટોળકીએ રાત્રીના ભગવતીપરા પાસે હાર્દિક નટુભાઇ ચૌહાણ (ઉ.વ ૨૪) નામના યુવાનને ફાકીનું કહી તેના પર છરી વડે ખૂની હત્પમલો કરી તેના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા.ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.જોકે બાદમાં તેને રજા આપી દેવામાં આવી હતી.બાદમાં ફરી તેની તબીયત બગડતા હોસ્પિટલ દાખલ કરાયો હતો.દરમિયાન આજરોજ વહેલી સવારે હાર્દિકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે.
જે તે સમયે આ ટોકળીએ યુવાનને છરી ઝીંકયા બાદ ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે પાણીપુરીના ધંધાર્થી આંતરી તેના ગળા પર છરી રાખી તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ લૂંટી લઈ તેને તેને છરીનો ઘા ઝીંકી દીધો હતો ત્યારબાદ અહીં જ નજીકમાં અન્ય એક યુવાનને પણ છરી બતાવી લૂંટ ચલાવી હતી.પોલીસે સગીર સહિત ચારેય આરોપીને ઝડપી ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતાં.હાલ તે જેલમાં હોય તેની સામે હવે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે.
શહેરના ભગવતીપરા વિસ્તારમાં ગત તા. ૧૧૨૨૦૨૪ ના રાત્રીના ૯ વાગ્યા આસપાસ અહીં શેરી નંબર૧ પાસે રેલવે ટ્રેક નજીક યુવાન ઈજાગ્રત હાલતમાં પડયો હોય અને તેના આંતરડા પણ બહાર નીકળી ગયા હોય જેની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળે દોડી ગયો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસની તપાસ દરમિયાન ઇજાગ્રસ્ત યુવાનનું નામ હાર્દિક ઉર્ફે હીતેષ નટુભાઈ ચૌહાણ (ઉ.વ ૨૪) હોવાનું અને તે ભગવતીપરા વિસ્તારમાં જ રહેતો હોય અને પરાબજાર ખાતે આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં મંજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવનાર યુવાનના માસીયાઇ બહેન ખુશ્બુબેન ભાણજીભાઈ ચુડાસમા (ઉ.વ ૨૬) દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ખુશ્બુબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાર્દિક ત્રણ ભાઈના પરિવારમાં સૌથી નાનો હતો.જે તે સમયે હાર્દિકને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, પાનના ગલ્લા નજીક ત્રણ અજાણ્યા શખસો તેની પાસે આવ્યા હતા અને ફાકી માંગતા તેણે ફાકી નહીં આપતા તેનો ખાર રાખી અહીં રેલવે ટ્રેક પાસે આંતરી તેના પર છરી વડે જીવલેણ હત્પમલો કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે ત્રણ અજાણ્યા શખસો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.બાદમાં પોલીસે તાકીદે આ હત્પમલો અને લુંટના બનાવને અંજામ આપનાર આ ટોળકી સાગર સામજી ઉધરેજીયા (ઉ.વ ૧૮ રહે. ભગવતીપરા), સન્ની કલુભાઈ ઉધરેજીયા(ઉ.વ ૧૮ રહે. ભગવતીપરા), શિવરાજ વિનુભાઈ ઉધરેજીયા(ઉ.વ ૨૧ રહે.ગ્રીનલેન્ડ ચોકડી, લાલપરી તળાવ પાસે) અને એક સગીરને ઝડપી લીધો હતો.
હત્પમલામાં ગંભીર રીતે ઘવાયેલા હાર્દિકને તા.૧૧૧૨ રજા આપી દેવાઇ હતી.ત્યાર બાદ તા.૩૧૧૨ યુવાનની ફરી તબીયત બગડતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અહીં સારવાર દરમિયાન આજરોજ વહેલી સવારે યુવાને હોસ્પિટલ બીછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે.પોલીસે હત્પમલાખોરો સામે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech