પારડીમાં યુવાન તેની બહેન–પત્ની પર ઘરમાં ઘૂસી પાડોશીનો ધોકા અને છરીથી હુમલો

  • August 25, 2023 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પારડી ગામે રહેતા યુવાનના ઘરમાં ઘૂસી પાડોશીઓએ ધોકા અને છરી વડે હત્પમલો કર્યેા હતો.જેમાં યુવાન અને તેની પત્ની અને બહેનને ઇજા પહોંચી હતી.આ અંગે યુવાનની ફરિયાદ પરથી શાપર પોલીસે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ,પારડીમાં શીવમ પાર્ક સોસાયટીમાં રહેતા મહેશ રાણાભાઇ પરમાર(ઉ.વ ૩૫) નામના યુવાને શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલી હકિકત મુજબ તે પ્લમ્બીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગઇકાલે તે તથા તેનો ભાઇ જીતેન્દ્ર શાપર પાટીયે ખીરીદી કરવા ગયા હતાં.ત્યાથી પરત ફરતા હતા ત્યારે ઘર પાસે શેરીમાં પાડોશી મેહત્પલના ઘરે મહેમાન આવ્યા હોય અને તેનું એકિટવા અહીં આડુ પડયું હોય જેથી તેને વાહન હટાવવા કહ્યું હતું જે બાબત તેમને પસદં પડી ન હતી.અને કહેવા લાગ્યા હતા કે,એકિટવા તો અહીં જ રહેશે.બાદમાં યુવાન અને તેનો ભાઇ ઘરે જતા રહ્યા હતાં.
થોડીવાર બાદ મેહત્પલ તથા તેનો ભાઇ રાહત્પલ અને રંજન તથા એક અજાણ્યો શખસ સહિતના ઘરે આવી બેફામ ગાળાગાળી કરવા લાગ્યા હતાં.ગાળો બોલવાની ના કહેતા યુવાનને ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતાં.દરમિયાન યુવાનની પત્ની દક્ષા અને તેની બહેન ગીતા વચ્ચે પડતા આ શખસોએ તેને પણ મારમાર્યેા હતો.તેમજ યુવાની બહેનને હાથમાં ધોકો ફટકારી દીધો હતો.અજાણ્ય શખસે છરી કાઢી યુવાનને મારવા જતા તેણે હાથ આડો રાખી દેતા છરી તેને ટચલી આંગળીમાં લાગી ગઇ હતી.દરમિયાન ઝપાઝપી થતા તેમા યુવાને પહેરેલો સોનાનો ચેઇન કયાંક પડી ગયો હતો.દરમિયાન પોલીસને જાણ કરતા આ શખસોએ ધમકી આપી હતી કે,જો પોલીસમાં અમારા વિધ્ધ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ.બાદમાં આ શખસો ચાલ્યા ગયા હતાં.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૪૪૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ જીપીએકટ કલમ ૩૭(૧),૧૩૫ મુજબ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application