કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા દેવાભાઈ રામશીભાઈ કાગડિયા નામના 40 વર્ષના યુવાન તા. 1 ડિસેમ્બરના રોજ પગથિયા પરથી ઉભા થવા જતા તેમને એકાએક ચક્કર આવ્યા હતા. જેથી તેઓ પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા રામશીભાઈ કાનાભાઈ કાગડિયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
ખંભાળિયા નજીક યુવાનને માર મારી, અપમાનિત કરતા બે શખ્સો સામે ફરિયાદ
ખંભાળિયા-જામનગર હાઈવે પર અત્રેથી આશરે 6 કિલોમીટર દૂર દલવાડી હોટલ પાસેથી મોટરસાયકલ પર જઈ રહેલા લાલપુર તાલુકાના પડાણા પાટીયા ગામે હાલ રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના કિશન ભીખાભાઈ રાઠોડ નામના 25 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનના મોટરસાયકલ આડે જી.જે. 04 સી.આર. 0003 નંબરના મોટરકારના ચાલક જયદીપસિંહ જાડેજા (રહે. ખંભાળિયા) તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી કિશનભાઈ સાથે બોલાચાલી કરી અને ધોકા વડે હુમલો કર્યો હતો.
આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદી કિશનભાઈને બાજુમાં આવેલી સોસાયટીમાં લઈ જઈને ઢીકા પાટુનો માર મારીને જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી, બિભત્સ ગાળો કાઢીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસમાં તાપમાન નોંધાવવામાં આવી છે. જેને સંદર્ભે પોલીસે બંને આરોપીઓ સામે એટ્રોસિટી તેમજ ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ઘરવામાં આવી છે.
દ્વારકામાં વિપ્ર આધેડને હૃદયરોગનો જીવલેણ હુમલો
દ્વારકામાં જલારામ સોસાયટી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ તારાચંદભાઈ પંડ્યા નામના 53 વર્ષના બ્રાહ્મણ આધેડને શ્વાસની તકલીફ હોય, તે દરમિયાન તેઓને ગત તારીખ 6 ના રોજ હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પત્ની ઉમાબેન રાજેશભાઈ પંડ્યાએ દ્વારકા પોલીસને કરી છે.
કોટા ગામના યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો
ખંભાળિયા તાલુકાના કોટા ગામે રહેતા હબીબભાઈ ઈસ્માઈલભાઈ ખીરા નામના 40 વર્ષના સુમરા મુસ્લિમ યુવાન પર આ જ ગામના મોઈન દોસમામદ, દોસમામદ અને ઝાબીર નામના ત્રણ શખ્સો દ્વારા કોઈ બાબતે બોલાચાલી કરી ઢીકા પાટુનો માર મારી ગોઠણની ઢાંકણીમાં ફ્રેક્ચર કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
બેટ દ્વારકામાં યુવાનનો મોબાઈલ ચોરાયો
બેટ દ્વારકામાં દર્શનાર્થે આવેલા વડોદરા શહેરના બજવાડા વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ મયુરભાઈ મિસ્ત્રીનો રૂપિયા 25,000 જેટલી કિંમતનો મોબાઈલ ફોન કોઈ તસ્કર ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech