પોરબંદરના યુવાને દેશનું નામ રોશન કર્યું, નોઇડામાં ડુકાટી બાઈકથી માત્ર ૧. ૫૭ મિનિટ અને ૬૬૮ મીલી સેકન્ડ લેપટાઇમ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બન્યો

  • March 26, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માત્ર પોરબંદર જ નહીં પરંતુ ગુજરાતભરના હજારો યુવાનોના રોલમોડેલ એવા યુવા સ્પોર્ટસમેન અને પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ના સુદામા ડેરીના યુવા ચેરમેન ડો. આકાશ રાજશાખાએ ગ્રેડર નોઇડા ખાતે ડુકાટી બાઇક મારફતે માત્ર ૧ મિનિટ ૫૭ સેકન્ડ અને ૬૬૮ મીલી સેકેન્ડ લેપટાઇમ રેકોર્ડ બનાવીને ભારતીય નાગરિક તરીકેની આ સિધ્ધિ પ્રાપ્ત કરનાર તેઓ પહેલા ભારતીય છે. આથી તેમના ઉપર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. 


ગ્રેટર નોઇડા ખાતે થયુ હતું આયોજન
પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સુદામા ડેરી)ના યુવા ચેરમેન ડો. આકાશ રાજશાખા એ ગ્રેટર નોઇડા ખાતે ભારતની  નામાંકિત એપેક્ષ રેસિંગ એકેડમી દ્વારા બૂધ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે યોજાયેલ મોટરસાયકલ ટાઇમ ટ્રાયલમાં ઓ. ઇ.એમ. સ્ટોક મોટર સાયકલ(ડુકાટી વી૪ -૨૦૨૫ ) દ્વારા માત્ર ૧ મિનિટ ૫૭ સેક્ધડ અને ૬૬૮ મીલી સેક્ધડ ના સમયમાં લેપ ટાઇમ રેકોર્ડ બનાવી અનેરો ઇતિહાસ સર્જયો છે. 


પહેલીવાર ભારતીય નાગરિકે મેળવી સિધ્ધિ
પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયાના પુત્ર ડો. આકાશ રાજશાખાએ ગ્રેટર નોઇડા ખાતે મોટરસાયકલની ટાઇમ ટ્રાયલમાં જે રેકોર્ડ સર્જયો છે તેનાથી તેઓ ભારતના પ્રથમ નાગરિક તરીકેની સિધ્ધિ મેળવી  છે અને ડો. આકાશ રાજશાખાએ પોરબંદર અને સમગ્ર ગુજરાતને ભારતમાં ગૌરવ અપાવ્યુ છે.  જે સમગ્ર ભારતીય માટે ગર્વની બાબત છે. આવીજ રીતે ભારતના તમામ યુવાનો સ્પોર્ટ તરફ આગળ વધે અને પોતાનું ભવિષ્ય બનાવે તે માટે પ્રેરણાદાયક બાબત છે તેમ જણાવીને પોરબંદરવાસીઓએ પણ ડો. આકાશ રાજશાખાને શુભેચ્છાઓ આપી છે.


બાળપણથી સ્પોર્ટસ બાઇકમાં રૂચિ
ડો. આકાશ ને બાળપણથી સ્પોર્ટસ બાઈકમાં ઋચિ જાગતા તેમાં ઊંડો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ વિવિધ બાઈકની પ્રેક્ટીસ શરૂ કરી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર થાઈલેન્ડની ચેન્ગ ઈન્ટરનેશનલ રેસીંગ સર્કિટમાં પણ ભાગ લીધો હતો અને ચેમ્પીયનશીપમાં એસ.બી. ૨ કેટેગરીમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો તથા પોરબંદર તેમજ દેશનું નામ રોશન કર્યું હતું.


અગાઉ વર્ષ ૨૦૨૦માં બાઇક ટેસ્ટિંગમાં કર્યો હતો રેકોર્ડ

ડો. આકાશ રાજશાખાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ ઇ.સ. ૨૦૨૦ની સાલમાં તેમણે નવી દિલ્હી નજીક આવેલા ગ્રેટર નોઇડા ખાતે  સમગ્ર ભારતમાં બાઇક ટેસ્ટીંગમાં રેકોર્ડ સર્જયો હતો એ સમયે કોઈપણ બાઈક રેસીંગ ચાલુ હોય તે સમયે બાઈક રાઈડર દ્વારા રાઈડીંગ સમયનો રેકોર્ડ સર્જાતો હોય છે. પરંતુ રેસીંગ સીઝન શ‚ થાય તે પહેલા માત્ર પ્રેક્ટીસ દરમિયાન રેકોર્ડ થયો તે ખૂબ જ નોંધપાત્ર છે. તેઓએ જણાવ્યું હતું કે ટીમ એન.એસ.એ. ડુકાટી વતી તેઓ પ્રથમ વખત નવા ડુુકાટી વી.૪આર. ૯૯૮ સી.સી. બાઈક લઈને માત્ર ટેસ્ટીંગ અર્થે નોઈડા ખાતેની બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટમાં ગયા હતા અને ત્યારે ટેસ્ટીંગ પૂર્ણ થતાં તેમને ખ્યાલ આવ્યો કે તેમના દ્વારા ૧૦૦૦ સી.સી. ની બાઈક ટેસ્ટીંગમાં નવો રેકોર્ડ થયો હતો. 


પ.૧ કિ.મી.નો ટાર્ગેટ અને ૧૩ ટર્ન

ભારતમાં અનેરો ઇતિહાસ સર્જનારા ડો. આકાશ રાજશાખાએ જણાવ્યુ હતુ કે  બૂધ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે મોટરસાયકલ ટાઇમ ટ્રાયલમાં ૫.૧ કિ.મી.નો ટાર્ગેટ તેમણે ૧ મિનિટ ૫૭ સેક્ધડ અને ૬૬૮ મીલી સેક્ધડમાં પૂર્ણ કર્યો જેમાં ૧૩ જેટલા ટર્ન આવ્યા હતા. 


મોડીફાઇડ નહીં શોરૂમમાં મળતા બાઇકમાં યોજાઇ હતી ટાઇમ ટ્રાયલ

જુદા-જુદા પ્રકારની બાઇક રેસની સ્પર્ધાઓમાં મોડીફાઇડ બાઇકનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અહીંયા મોટરસાયકલ ટાઇમ ટ્રાયલમાં શો‚મમાં મળતી બાઇકનો ઉપયોગ કરવામાં આવે છે. ડુકાટી વી-૪ બાઇક દ્વારા તેમણે આ સિધ્ધિ પ્રાપ્ત કરી છે. 


ટોપ  સ્પીડ ૩૨૯.૫૦ કી.મી. ની 

પોરબંદરના બાઈક રેસર ડો. આકાશ રાજશાખાએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે બાઈક રેસીંગ ટ્રેક ઉપર હોય ત્યારે એક તબક્કે ૩૨૯.૫૦  કિ.મી. પ્રતિ કલાકની ઝડપે બાઈક ચાલતું હોય છે અને ઓછામાં ઓછી સ્પીડ ૬૫ની તેમજ એવરેજ સ્પીડ ૧૬૫ની  હોય છે. ચોક્કસ પ્રકારના કેમેરા દ્વારા તેનું રેકોર્ડીંગ થતું હોય છે. બાઈક ચલાવતી વખતે તેઓનું પૂરેપૂ‚ં ફોકસ ટ્રેક ઉપર હોવાથી ઝડપની ગતિવિધી ઉપર નજર રેસર રાખી શકતો નથી અને રેસીંગમાં સાથી રેસર્સ પણ ખૂબ ઝડપથી બાઈક ચલાવતા હોવાથી સલામતીનું પણ ધ્યાન રાખવું પડે છે અને ઓવરટેકીંગ માત્ર વળાંક આવે ત્યારે જ શક્ય બનતું હોય છે અને જીત પણ મીલી સેક્ધડમાં હોવાથી નિર્ણયો લેવા માટે મગજ ઉપર પણ સંપૂર્ણ કાબુ ધ્યાનપૂર્વક રાખવો પડે છે.


મોટરસાયકલ રેસમાં જતા પહેલાની અત્યંત જરૂરી તૈયારીઓ
જ્યારે ટી.વી. ઉપર મોટર બાઈક રેસીંગ જોઈએ ત્યારે રેસર માત્ર બાઈક ચલાવતા હોવાનું લોકોને દેખાય છે, પરંતુ બાઈક રેસર ડો. આકાશે જણાવ્યું હતું કે દરેક મોટરસાયકલ ચેમ્પીયનશીપમાં જતા પહેલા બાઈકના અલગ-અલગ સેટીંગ ચકાસવા પડે છે. અનેક મહીનાઓ સુધી બાઈક રેસરને ખાસ પ્રકારની ફિટનેશ ટ્રેનીંગ કરવી પડે છે. જેમાં સપ્તાહના પાંચ દિવસ સુધી જીમમાં અત્યંત હાર્ડ કસરત ઉપરાંત રેસીંગ વખતે પહેરવામાં આવતો ખાસ પ્રકારનો શૂટ કે જે લેધરથી બનેલો હોય છે અને જો બાઈકને ક્રેશ થાય તો તેમાંથી એરબેગ નીકળે છે જે ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતી રોકે છે. આ ઉપરાંત ખાસ પ્રકારના હેલ્મેટ જે કાર્બન ફાયબરથી બન્યું હોય છે અને તે ઉપરાંત જ‚રી ગ્લોવ્ઝ અને બુટ જે રેઈનફોર્સ્ડ કેવલર અને લેધરથી બન્યા હોવાથી પૂરી ગ્રીપ અને સલામતી આપે છે. તે આ મુજબની તમામ તૈયારીઓ ખૂબ જ અનિવાર્ય રહે છે અને યુવાનોને આ તૈયારી આકરી લાગતી હોવાથી ભારતદેશમાં સ્પોર્ટસ બાઈક તો અનેક યુવાનો ફેરવે છે પરંતુ રેસીંગથી દૂર રહેતા હોવાનું પણ જણાવ્યું હતું. ​​​​​​​


મિનિટ કરતા મિલી સેકેન્ડનું મહત્વ
પોરબંદરમાં બાઈક રેસર ડો. આકાશ બાબુભાઈ રાજશાખાએ જણાવ્યું હતું કે બાઈક રેસીંગમાં મિનીટ કરતા મિલી સેક્ધડનું ખૂબ મહત્વ હોય છે અને બાઈક રેસીંગ પૂર્વે દરેક બાઈકમાં ખાસ પ્રકારની જી.પી.એસ. સીસ્ટમ સાથેની સર્કિટ ફીટ કરવામાં આવે છે અને રેસીંગ સર્કિટમાં ફીટ કરવામાં આવેલા સેન્સર થી તે કનેક્ટ હોય છે. તેથી પ્રેક્ટીસ કે રેસીંગમાં ગ્રીન લાઈટ શ‚ થયા બાદ બાઈક રેસર સર્કિટમાં જાય છે અને સર્કિટનો સમય પૂર્ણ થયાની સાથે રાઇડર પોતાના પિટ ગેરેજમાં આવી પહોંચે છે અને તે સમયની ચોક્કસાઈપૂર્વકની ડીજીટલ કોમ્પ્યુટરાઈઝ્ડ સમયપત્રક નીકળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application