નાગલપરમાં આવેલા કલરવ પાર્કમાં સફાઈ કામ બાબતે માથાકૂટ થયા બાદ અહીં રહેતા શખસે અહીં દેખરેખ રાખનાર પીપળીયામાં રહેતા વ્યકિતના ઘરે છરી– ધારીયા સહિતના હથિયારો સાથે પહોંચી તારા શેઠનું ઘર કયાં છે તેમ કહી તેની જ કારમાં અપરણ કયુ હતું.અપહ્યુતની પત્નીને શેઠને ફોન કરી જાણ કર્યા બાદ મામલો પોલીસ સુધી પહોંચતા ભીંસ વધતા અપહરણકર્તાઓ અપહ્યુતને છોડી નાસી ગયા હતા. જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
યાજ્ઞિક રોડ પર રોડ પર ન્યુ જાગનાથ રોડ શેરી નંબર ૪૧ માં રહેતા કન્ટ્રકશનના ધંધાર્થી મનીષ હરસુખભાઈ વૈધ (ઉ.વ ૫૩) દ્રારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાગલપરમાં કલરવ પાર્ક સોસાયટીમાં રહેતા અજય પરસોંડા અને છ થી સાત અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
મનીષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે થોડા સમય પહેલા નાગલપર ગામે કલરવ પાર્ક ખાતે રો હાઉસનું કામ પુ કયુ છે. જેમાં આશરે ૧૪૦ મકાન છે. આ રો હાઉસમાં દેખરેખ રાખવા માટે નાજાભાઇ માટીયા અને તેના પત્ની જયાબેન માટીયા (રહે. બંને. પીપળીયા) ને રાખ્યા છે જે અહીં સોસાયટીમાં સાફ–સફાઈનું કામ કરે છે.
ગત તારીખ ૨૫ ૨ ના નાજાભાઇનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, અહીં કલરવ પાર્ક ખાતે સફાઈ કરવાની છે જેથી તેણે માણસો મોકલો. બાદમાં તે દિવસે કલરવ પાર્કમાં રહેતા જેન્તી કોળી અને તેની પત્ની મંજુબેનને સફાઇ માટે મોકલ્યા હતાં.બાદમાં તેનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, અમે અહીં કલરવ પાર્કમાં છીએ અને અહીં રહેતા અજયભાઈ પરસોંડા તથા તેના પત્ની મારા ઘર પાછળ આવેલા છોડ કેમ કાઢી નાખ્યા તેમ કહી અમારી સાથે બોલાચાલી કરે છે. જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, અમે ત્યાં આવીએ છીએ બાદમાં સાંજના ફરિયાદી તથા યોગેશભાઈ કુબાવત, હિતેશભાઈ સોની, પ્રતિકભાઇ સોની અહીં ગયા હતા અને અજયભાઈના ઘરે જતા તે ઘરે હાજર ન હોય તેના પત્નીને કહ્યું હતું કે આ બાબતે જયંતીભાઈ કે તેની પત્ની સાથે બોલાચાલી કરતા નહીં તેમ સમજાવ્યા હતા. આ દરમિયાન સામાન્ય બોલાચાલી થઈ હતી.
બાદમાં ગઈકાલ રાત્રિના આશરે ૨:૩૦ વાગ્યા આસપાસ નાજાભાઇ માટીયાની પત્ની જયાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, અજયભાઈ તથા તેની સાથે છ થી સાત શખસો અહીં રાત્રિના બે વાગ્યે આસપાસ ઘરે આવ્યા હતા જેઓ છરી–ધારીયા જેવા હથિયારો સાથે આવ્યા હતા અને દરવાજો તેમજ સીસીટીવીના કેમેરા તોડી તેમના પતિને બહાર બોલાવી કહ્યું હતું કે તારા શેઠ મનીષભાઈનું ઘર બતાવ તેમ કહી બોલાચાલી કરી અજય સહિતના આ આરોપીઓ નાજાભાઇની જ કારમાં તેનું અપહરણ કરી લઈ ગયા હતા અને તે તમારા ઘર તરફ આવી રહ્યા છે. તેવું જણાવતા ફરિયાદીએ ૧૦૦ નંબર પર જાણ કરી હતી. બાદમાં ફરિયાદીના ફોનમાં નાજાભાઇના નંબર પરથી ફોન આવ્યો હતો અને અજય કોળી બોલું છું તેમ કહી તેણે કહ્યું હતું કે, તું ઘરે જ રહેજે અમે તારે ઘરે પહોંચવા આવ્યા છીએ તેમ જણાવી ફોન કાપી નાખ્યો હતો. થોડીવાર બાદ નાજાભાઇના ફોનમાંથી ફરી અજયે ફોન કરી કહ્યું હતું કે, હવે અમે તારા ઘરે આવતા નથી તારે જે કરવું હોય તે કરી લે અને નાજાભાઇને છોડાવવા હોય તો માં લોકેશન કાઢીને મારી પાસે આવતો રહે તેમ કહી ફોન મૂકી દીધો હતો.
બાદમાં આ બાબતે કુવાડવા પોલીસ સ્ટેશનને પહોંચી ફરિયાદીએ સઘડી હકીકત જણાવતા કુવાડવા રોડ પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ અપહ્યુતને છોડાવવા માટે કામે લાગી હતી. દરમિયાન આરોપીઓને પણ આ વાતની ભનક લાગી જતા તે નાજાભાઇને કારમાં મૂકી નાસી ગયા હતા. બાદમાં આ મામલે મનીષભાઈ દ્રારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓ સામે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech