ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામે હાલ રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વતની એવા જયંતીલાલ રમેશભાઈ વાદી નામના 28 વર્ષના યુવાને આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે બીજા લગ્ન કર્યા હતા. હાલ તેમના પત્ની માવતરે રિસામણે ચાલ્યા ગયા હતા. આ બાબતે જયંતીલાલ વાદીને મનમાં લાગી આવતાં તેમણે કંટાળીને પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી.જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના માતા માલીબેન રમેશભાઈ ભુરાભાઈ વાદી (ઉ.વ. 52) એ અહીંની પોલીસને કરી છે.
ઓખામાં માછીમાર વૃદ્ધને હૃદયરોગનો હુમલો
નવસારી જિલ્લાના ટીગરાગામ વિસ્તારના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ગોપાળભાઈ પ્રકાશભાઈ હિંગળા નામના 62 વર્ષના માછીમાર વૃદ્ધ ગઈકાલે સોમવારે સાંજના સમયે તેમની નાદુરસ્ત તબિયત વચ્ચે બોટની કેબિનમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે કોઈપણ સમયે તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ મહેશભાઈ હીરુભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.
ખંભાળિયાના એડવોકેટ યુવાનના વાહન સાથે અકસ્માત સર્જીને ધમકી આપતા વડત્રાના શખ્સ સામે ફરિયાદ
ખંભાળિયામાં બેઠક રોડ વિસ્તારમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ વેજાણંદભાઈ આંબલીયા નામના 38 વર્ષના યુવાન તેમના એક્સેસ મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે અહીંના મિલન ચાર રસ્તા નજીક જી.જે. 03 કે.પી. 0066 નંબરના એક મોટરકારના ચાલકે સંજયભાઈના મોટરસાયકલને પાછળથી ઠોકર મારી હતી. જેથી સંજયભાઈ કાર ચાલક વડત્રા ગામના મુરુભાઈ ચાવડાને સમજાવવા જતા તેણે સંજયભાઈને કારમાંથી ધોકો બતાવી અને મારવાની કોશિશ કર્યાની તેમજ "આજે તો તને જવા દઉં છું, બીજી વાર ભેગો થયો તો તને જાનથી મારી નાખીશ"- તેવી ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે મુરુભાઈ ચાવડા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકામાં આધેડ પાસે પઠાણી વ્યાજ વસૂલ કરી અને પત્ની, પુત્રને ધમકી: ચાર શખ્સો સામે ફરિયાદ
દ્વારકામાં વસઈ રોડ વિસ્તારમાં રહેતા અને કથાકાર તરીકે સેવાઓ આપતા કાનદાસ નારણદાસ દુધરેજીયા નામના 54 વર્ષના બાબાજી આધેડએ આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા નારણ લખમણ ચાવડા પાસેથી પાંચ ટકાના વ્યાજ દરથી રૂપિયા સવા બે લાખની રકમ વ્યાજ લીધી હતી. ફરિયાદી કાનદાસભાઈ બાવાજીએ આજદીન સુધી રૂપિયા ચાર લાખ જેટલી રકમ ચૂકવી દીધી હતી. પરંતુ આ પ્રકરણના આરોપીઓ નારણ લખમણ ચાવડા, પ્રવીણ નારણ ચાવડા, કૌશિક નારણ ચાવડા અને દ્વારકામાં આહીર સમાજ વાડી પાસે રહેતા માલદે આહીર નામના ચાર શખ્સોએ કાનદાસભાઈને અવારનવાર ધાકધમકી આપી, અને તેમના પુત્ર તેમજ પત્નીને ફોન કરી, વ્યાજના પૈસા તેમજ મૂળ રકમની ઉઘરાણી કરી હતી.
આટલું જ નહીં, ફરિયાદી કાનદાસભાઈના દીકરા પાસે તેના બેન્ક એકાઉન્ટના રૂપિયા 25,000 ની રકમ ભરેલા 16 ચેક તેમજ રૂપિયા 75,000 ની રકમ ભરેલા બે ચેક લઈ લીધા હતા. આ પ્રકરણમાં આરોપીએ જો તેઓ પૈસા નહીં આપે તો માર મારવાની ધમકી આપી, પરેશાન કરતા હોવાથી આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં ચારે આરોપીઓ સામે નાણા ધીરધાર અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ખંભાળિયા નજીક કારની અડફેટે બાઈક સવાર યુવાનો ઇજાગ્રસ્ત
ખંભાળિયાથી આશરે 22 કિલોમીટર દૂર શેઢા ભાડથર ગામે રહેતા રામદેભાઈ નાથાભાઈ ચાવડા નામના 24 વર્ષના યુવાન તેમના મોટર સાયકલ નં. જી.જે. 19 એ. 9339 પર તેમના ખેત મજુર પ્રતાપભાઈ (ઉ.વ. 45) તેમજ તેમના પુત્ર રવિન પ્રતાપભાઈ (ઉ.વ. 15) ને સાથે લઈને જઈ રહ્યા હતા. ત્યારે પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 જે. 0047 નંબરની એક કિયા સેલ્ટોસ મોટરકારના ચાલકે રામદેભાઈ ચાવડાના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેથી રામદેભાઈ, પ્રતાપભાઈ તેમજ રવિનને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક પોતાની કાર લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસે કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી હતી.
ભાણવડ નજીક તળાવના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપીઓ ફરાર
ભાણવડથી આશરે 19 કિલોમીટર દૂર જંબુસર ગામે આવેલી કહારીયા નેસ વિસ્તારમાં તળાવમાં કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી 1400 લિટર દેશી દારૂનો આથો, 460 લીટર દેશી દારૂ, ત્રાંબાની નળી સહિત કુલ રૂપિયા 1.28 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા જંબુસર ગામના દેવરાજ પોલા રબારી, ઓખડ લાખા રબારી અને ગોગન લાખા રબારીને પોલીસ હાલ ફરાર જાહેર કરી, ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech