મૂળ ગારિયાધારના યુવાનનું યુક્રેનમાં ડ્રોન હુમલામાં મોત

  • February 26, 2024 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ ભાવનગર જિલ્લા ગારિયાધારના પાલડી ગામના અને હાલમાં સુરત રહેતા પરિવારના યુવાનનું યુક્રેનમાં થયેલા ડ્રોન હુમલામાં મોત નીપજ્યું હતું. મહિને લાખ રૂપિયા કમાવાની લાલચે રશીયા આર્મીમાં સહાયક તરીકે જોડાયેલા યુવાનની નોકરી યુક્રેન ખાતે હોવાનું અને એક ડ્રોન હુમલામાં તેનું મોત નીપજ્યાનું જાણવા મળ્યું હતું.

ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધારના પાલડી ગામના વતની હેમીલ અસ્વીનભાઈ માંગુકિયા નામનો યુવાન રાજસ્થાનના એક એજન્ટ મારફત યુટ્યુબમાં જોયેલા વિડીયો દ્વારા રશીયન આર્મી માટેના ભાડુતી માણસોના જુથમાં સહાયક તરીકે જોડાયો હતો. યુવાને સોશ્યલ મીડિયાના માધ્યમ થકી મુળ રાજસ્થાનના એજન્ટનો સંપર્ક કરી મહિને એક લાખના પગાર સાથે રશીયન આર્મીના સહાયક જુથમાં માત્ર સહાયક તરીકે કામ કરવાની શરત સાથે નોકરીમાં જોડાયો હોવાનું અને ત્યાં તેને કોઈપણ પ્રકારના હથિયાર ચલાવવાના કે યુદ્ધ લડતા અન્ય સૈનિકની માફકની કોઈપણ પ્રકારની કામગીરી કરવાની ન હતી.
​​​​​​​
માત્ર સહાયકની કામગીરીમાં લોકોને એકથી બીજા સ્થળે ખસેડવામા માલ-સામાનની હેરફેર સહિતની કામગીરી કરવાની હોય પરિવાર દ્વારા તેને આર્મીમાં જોડાવાની પરવાનગી આપવામાં આવી હતી.જ્યાં તેની ફરજ યુક્રેનમાં ફરજ સોંપવામાં આવી હતી.
દરમ્યાનમાં હેમીલના પરિવારજનોને હેમીલનું તાજેતરમાં થયેલા એક ડ્રોન હુમલામાં મોત નીપજયાના સમાચાર મળ્યા હતા. જેના પગલે હેમીલ માંગુકિયાના પરિવારમાં ભારે શોક છવાયો હતો.
મુળ ગારિયાધાર પાલડી ગામના અને સાડીમાં ડાયમંડ લગાવવાની કામગીરી સાથે જોડાયેલા અસ્વિનભાઈ માંગુકિયાનો પરિવાર શોકમગ્ન હાલતમાં પોતાના પુત્રના મૃતદેહને લેવા માટે સુરતથી જનાર હોવાનું જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News