ચીનના યુવકે શ્રવણકુમારની જેમ માતાને પોતાના ખભા પર બેસાડી કરાવી યાત્રા

  • October 31, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તિયાનશાન પર્વતો, તિયાનચી તળાવ અને શિનજિયાંગના અન્ય સ્થળો બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર અને ગ્રેટ વોલનો માતાને કરાવ્યો પ્રવાસ

પૌરાણિક કથાઓમાં શ્રવણ પોતાના માતા-પિતાને ખૂબ પ્રેમ કરવા માટે જાણીતો છે. તેમના અંધ માતા-પિતાની સેવા કરવા માટે શ્રવણ કુમારે તે બધું કર્યું જે સામાન્ય માણસ ક્યારેય કરી શકતો નથી. તેના માતા-પિતાની દરેક ઈચ્છા પૂરી કયર્િ બાદ જ્યારે તેના માતા-પિતાએ કહ્યું કે તેને તીર્થયાત્રા પર જવું છે ત્યારે શ્રવણ કુમારે પોતાના ખભા પર કાવડ લઈને તેના અંધ માતા-પિતાને તેમાં બેસાડ્યા હતા. આવી જ રીતે ચીની વ્યક્તિ પોતાની માતાને ખભા પર લઈને ચીનના પ્રવાસે નીકળી છે.
જિયાઓ મા માત્ર આઠ વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા સાથે એક ભયાનક કાર અકસ્માતમાં સર્જાયો હતો. જેણે તેમના પિતાનો જીવ લીધો હતો અને તેમની માતા ચાલવા માટે અસમર્થ બની હતી. તેણે અને તેની મોટી બહેનને પોતાની સાથે સાથે તેમની માતાની પણ કાળજી લેવી પડી હતી. મોટા થઈને તેણે ખેતરોમાં કપાસનું કામ કર્યું, વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત જીઆઓએ શિનજિયાંગમાં પોતાનું રેસ્ટોરન્ટ ખોલ્યું.
તેણે મેળવેલા મોટા ભાગના પૈસા તેની માતાની પાછળ ખર્ચવામાં આવ્યા હતા અને તેની મહેનતનું ફળ મળ્યું કારણ કે તે ધીમે ધીમે વ્હીલચેર પર બેસીને થોડા નાના પગલાં ભરવા સક્ષમ થયાં હતા. જો કે, થોડા વર્ષો પહેલા જિયાઓ શોધ્યું હતું કે તેની માતાની મગજની કૃશતા માત્ર અસાધ્ય નથી પણ તે સતત ગતિએ આગળ વધી રહી છે. ત્યારે તેણે તેની માતા સાથેના બાકીના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું નક્કી કર્યું.
તેના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જિયાઓએ તેનું ઘર અને તેની કાર વેચવાનું નક્કી કર્યું જેથી તે માતાને ચીનના પ્રવાસે લઈ શકે. તેની માતાનું મન નાના બાળક જેવું છે, તેથી મા તેની સાથે શક્ય તેટલો વધુ સમય પસાર કરવા માંગે છે. જિયાઓ તેની માતા સાથે ખભા પર મુસાફરી કરવા નીકળ્યા હતા. તેઓએ તિયાનશાન પર્વતો, તિયાનચી તળાવ અને શિનજિયાંગના અન્ય સ્થળો તેમજ બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર અને ગ્રેટ વોલની મુલાકાત લીધી છે. તે હવે બોલી શકતા નથી, પરંતુ જ્યારે બંને મુસાફરી કરે છે ત્યારે તે હંમેશા સ્મિત કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News