કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે ઓફીસ ધરાવતો ભરત સોસા ઉર્ફે ભુરો ગુનાઈત કામો કરાવવા માટે દબાણ કરી માર મારી ધમકી આપતો હોવા સહિતના આક્ષેપો સાથે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લમણ ટાઉનશીપમાં રહેતા રાઠોડ ચેતન હસમુખભાઈના નામ સાથે પોલીસ કમિશનરને સંબોધીને રજૂઆત કરાઈ છે. ભુરાની ગેંગમાંથી છોડાવવા અને અગાઉ બે મિત્રોને માર મારીને હવે તારો વારો કહીને ધમકી આપતા ડરી ગયેલા યુવકે ગતરાત્રે સીપી કચેરીમાં આપઘાતનો પ્રયાસ કર્યેા હતો.
મોરબી રોડ પર સ્વસ્તીક વિલા વિસ્તારમાં રહેતા ભાવેશ ડાયાભાઈ બગડા ઉ.વ.૨૬ નામના યુવાને ગતરાત્રે સીપી કચેરીમાં ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેણે ભુરો અને તેના માણસોએ મારા મિત્રને માર મારી હવે તારો વારો તેમ કહીને ધમકી આપતા ડરના કારણે આપઘાતનો પ્રયાસ કર્યાનું પોલીસ સમક્ષ પ્રાથમીક કથન કયુ હતું. આ ઘટના બાદ આજે થોડા યુવાનો સીપી કચેરીએ દોડી આવ્યા હતા અને રજુઆત કરી હતી.
લેખીત રજુઆતમાં જણાવ્યા મુજબ ચેતન રાઠોડના નામે થયેલી રજુઆતમાં અગાઉ ચેતન ભરત સોસા ઉર્ફે ભુરા સાથે કામ કરતો હતો. ભરત પર મર્ડરની ફરિયાદ થતાં ચેતને કામ છોડી દીધું હતું અને હવે તે ભરત સાથે કોઈ કામ કરવા ઈચ્છતો ન હતો. આમ છતાં ભરત ગુનાઈત કામ કરવા દબાણ કરે છે અને ના પાડે તો ભુરો તથા તેની ગેંગ માર મારીને મારી નાખવાની ધમકી આપે છે. થોડા દિવસ પહેલા મિત્ર ગૌતમ મકવાણા અને અનમોલને માર માર્યેા હતો. ઘરે જઈને ઉઠાવી લાવી ઓફીસમાં ગોંધી રાખી માર માર્યેા હતો.
જે બાબતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયા હતા પરંતુ પોલીસે માત્ર અરજી જ લીધી હતી. રજૂઆતમાં ભુરા ઉપરાંત હેમરાજ રાઠોડ, પરેશ ઉર્ફે પપ્પુ, અવિનાશ રાઠોડ, હરમીત રૂપારેલના નામ પણ આપ્યા છે. ભુરાએ એવી ધમકી આપી હતી કે, મર્ડરમાં ૧૨ દિવસમાં છુટી જતાં હોય તો પોલીસ અમારૂ કઈં ન કરી શકે તે સહિતના આક્ષેપો લેખીત રજૂઆતમાં કરાયા છે. ઓળખાઇ ન જાય માટે ડરના માર્યા મોં પણ ઢાંકી દીધા હોવાનો યુવકોનો બચાવ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMસોમનાથ બાયપાસ સર્કલ અને શિવ પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગ
December 22, 2024 02:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech