વાઘાવાડી રોડ પર બે બાઈક અથડાતા યુવાનનું મોત

  • January 17, 2024 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરના સતત બીજા દિવસે બાઈક અકસ્માતના યુવાનનું મોત નીપજ્યું. શહેરના શામળદાસ કોલેજ નજીક વેલેન્ટાઇન ડે સર્કલ પાસે બે બાઈક ધડકાભેર અથડાયા પડવા ગામના યુવાનની સારવાર દરમિયાન મૃત્યુ થવા પામ્યું હતું. જયારે અન્ય એક યુવાનને ઇજા પહોંચી હતી.


આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરમાં ગતરોજ મોતીતળાવ રોડ પર એક પરપ્રાંતિય યુવાનને બાઈક અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. જ્યારે હજુ પુરા ૨૪ કલાક નથી વીત્યા ત્યાં વધુ એક બાઈક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. શહેરના વાઘાવાડી રોડ પર આવેલી શામળદાસ કોલેજ નજીક વેલેન્ટાઇન ડે સર્કલ પાસે બે બાઈક સામસામે અથડાયા હતા. જેમાં રત્ન કલાકાર યુવાનને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં યુવાનનું અવસાન થયું હતું. ભાવનગર શહેરના સૃષ્ટિ ડાયમંડ ખાતે ફોર પીમાં નોકરી કરતા રાહુલ અશોકભાઈ બારૈયા (ઉ.વ.૨૦, રહે.ગામ પડવા,તા.ઘોઘા) અને શૈલેષ ઘનશ્યામભાઈ વેગડ બન્ને પોતાની નાઈટ નોકરી પૂર્ણ કરી ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન શામળદાસ કોલેજ નજીક વેલેન્ટાઇન ડે સર્કલ પાસે સામેથી આવી રહેલી કેટીએમ બાઈક ધડકાભેર અથડાઈ હતી. જે અકસ્માતમાં બન્ને બાઈકના ચાલકોને ગંભીર ઇજા પહોંચી હતી. જે અકસ્માતમાં રાહુલ અશોકભાઈ બારૈયાને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથેના યુવાન શૈલેષભાઇ વેગડને ઇજા પહોંચી હતી. આ બનાવ મામલે હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી જરૂરી કેસ કાગળો નીલમબાગ પોલીસ ખાતે મોકલી આપી યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application