સબબ સારવારમાં દમ તોડયો : પશુઓના કારણે વધુ એક અકસ્માત
શેઠવડાળાથી ભોજાબેડી ગામ તરફ ૬૬ કેવી પાસેના રોડ પર કુતરુ આડુ ઉતરતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી જેના કારણે એક યુવાનનું ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે, રખડતા પશુઓના કારણે નાના મોટા અકસ્માતો બને છે વધુ એક માનવ જીંદગીનો ભોગ લેવાયો છે.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતા ધનજી ઉર્ફે ચિરાગ કરશનભાઇ ચાવડા (ઉ.વ.૩૦) નામનો યુવાન ગત તા. ૧૧-૩-૨૪ના રોજ શેઠવડાળાથી ભોજાબેડી ગામ પાસે આવેલ ૬૬ કેવી પાસે પહોચતા રસ્તામાં આડુ કુતરુ ઉતરતા રીક્ષા પલ્ટી મારી ગઇ હતી, આ અકસ્માતમાં તેમને બંને પગમાં ગંભીર ઇજા થતા જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું છે આ અંગે કેતન કરશનભાઇ ચાવડા દ્વારા ગઇકાલે પોલીસમાં જાણ કરાઇ હતી.
***
ઠેબા ચોકડી પાસે ટેન્કર બલેનો કારમાં અથડાતા નુકશાન: મેન્ટલ હોસ્પીટલ નજીક બાઇકની હડફેટે યુવકને ગંભીર ઇજા
જામનગરમાં ઠેબા ચોકડી પાસે બલેનો કારમાં ટેન્કર ભટકાડી નુકશાન કર્યાની ફરીયાદ દાખલ થઇ છે, જયારે શહેરના મેન્ટલ હોસ્પીટલ પાસે મોટરસાયકલ ચાલકે રોડ ક્રોસ કરી રહેલાને હડફેટે લઇ ગંભીર ઇજા પહોચાડી હતી.
જામનગર નજીક મસીતીયા ગામમાં રહેતા ખેતીકામ કરતા યુસુફ હાજીબભાઇ હાલાણી (ઉ.વ.૫૨)ની બલેનો કાર નં. જીજે૩જેસી-૦૬૮૧ ને ગઇકાલે બપોરે ઠેબા ચોકડી પાસે ટ્રક-ટેન્કર નં. જીજે૩૯ટી-૯૧૫૩ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી કારની ખાલી સાઇડ ભટકાડી ગાડીમાં આશરે ૬૦ થી ૭૦ હજારનું નુકશાન કર્યુ હતું, યુસુફભાઇ દ્વારા આ અંગે ટ્રક ટેન્કરના ચાલક સામે પંચ-બીમાં ફરીયાદ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં જામનગરના નહેરુ કોલોનીમાં રહેતા કેબલ નેટવર્કના ધંધાર્થી જયરાજસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.૩૮)એ ગઇકાલે સીટી-બીમાં મોટરસાયકલ નં. જીજે૧૦ડીકે-૬૬૪૭ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે ફરીયાદીના મામાના દીકરા જયરાજસિંહ ખુમાનસિંહ ઝાલા ગત તા. ૧૩ના રોજ મેન્ટલ હોસ્પીટલ પાસે રોડ ક્રોસ કરીને જતા હતા ત્યારે મોટરસાયકલના ચાલકે ગફલતભરી રીતે ચલાવીને તેઓને હડફેટે લઇ હેમરેજ જેવી ઇજા પહોચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech